અભિનેત્રી આલિયા ભટ્ટે શૂટિંગમાંથી બ્રેક લઈને માલદીવ્સમાં વેકેશ– મનાવવાનું નક્કી કર્યું હતું. પોતાની બહેન શાહિન, બેસ્ટ ફ્રેન્ડ આકાંક્ષા રંજન કપૂર તથા અનુષ્કા રંજન સાથે તે માલદીવ્સ પહોંચી હતી. આલિયાએ સોશિયલ મીડિયામાં વેકેશનની તસવીરો પણ શેર કરી છે, જેમાં તે દરિયાકિનારે જોવા મળે છે. ૨૭ વર્ષીય આલિયા ભટ્ટ બીચ પર મલ્ટી કલરની બિકીનીમાં જોવા મળી હતી.
આલિયાએ સોશિયલ મીડિયામાં માલદીવ્સની તસવીરો શેર કરીને કહ્યું હતું કે, વાદળી દરિયો અને પિસીઝ. પિસીઝ એટલે મીન રાશિ અને આલિયા ભટ્ટની રાશિ પણ મીન છે.
આલિયાની બિકીની રૂ. ૧૭ હજારની
આલિયાએ જે મલ્ટી કલરની બિકીની ફોટોમાં પહેરી છે તેની કિંમત ૧૭૪૯૬ રૂપિયા છે. આલિયાએ પેપર લંડન બ્રાન્ડની બિકીની પહેરી છે. બિકીનીના ટોપની કિંમત ૮૫ પાઉન્ડ એટલે કે ભારતીય ચલણ પ્રમાણે ૮૪૯૮ રૂપિયા થાય છે.
હાલમાં જ આલિયા બીમાર પડી હતી
ઉલ્લેખનીય છે કે, આલિયા ભટ્ટ ડિસેમ્બર, ૨૦૨૦થી સતત કામ કરે છે. ડિસેમ્બરમાં તેણે 'ગંગુબાઈ કાઠિયાવાડી'નું શૂટિંગ કર્યું હતું. ત્યારબાદ હૈદરાબાદમાં 'RRR'નું શૂટિંગ કર્યું હતું. બ્રેક દરમિયાન આલિયા ભટ્ટ પરિવાર તથા રણબીર કપૂર સાથે રણથંભોર ગઈ હતી. ત્યાંથી પરત આવ્યા બાદ ફરી પાછું તેણે શૂટિંગ શરૂ કરી દીધું હતું. સતત કામને કારણે આલિયા ભટ્ટમાં એકદમ નબળાઈ આવી ગઈ હતી. ૧૭ જાન્યુઆરી, રવિવારે આલિયા ભટ્ટને એચ એન રિલાયન્સ હોસ્પિટલમાં એક દિવસ માટે દાખલ કરવામાં આવી હતી. આલિયાએ હોસ્પિટલમાંથી આવીને આરામ કરવાને બદલે બીજા દિવસે એટલે કે ૧૮ જાન્યુઆરીના રોજ શૂટિંગ ચાલુ કરી દીધું હતું.
‘બ્રહ્માસ્ત્ર’માં પહેલી જ વાર રણબીર સાથે
આલિયા ભટ્ટ પ્રેમી રણબીર કપૂર સાથે પહેલી વાર સ્ક્રીન શેર કરીને ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં જોવા મળશે. આલિયા ભટ્ટ ડિરેક્ટર સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'હીરા મંડી'માં પણ કામ કરે તેવી શક્યતા છે. આ ફિલ્મમાં ઐશ્વર્યા રાય, માધુરી દીક્ષિત, દીપિકા પાદુકોણ, પરિણીતી ચોપરા, વિદ્યા બાલન પણ કામ કરે તેવી શક્યતા છે. આ ફિલ્મ થિયેટરને બદલે નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થાય તેવી શક્યતા છે.


