શ્રીદેવીને અંજલિઃ ચીનના 6000 થિયેટરમાં રજૂ થશે ‘ઇંગ્લિશ વિંગ્લિશ'

Friday 24th February 2023 11:54 EST
 
 

શ્રીદેવીની પાંચમી પુણ્યતિથિએ - 24મી ફેબ્રુઆરીએ ચીનના 6000 થિયેટરમાં ‘ઇંગ્લિશ વિંગ્લિશ’ ફિલ્મ રજૂ થશે. ચાઇનીઝ ભાષામાં ફિલ્મના પોસ્ટર સોશિયલ મીડિયામાં શેર કરાયા છે. દિવંગત અભિનેત્રીની ફિલ્મ ઇંગ્લિશ વિંગ્લિશ’ હિન્દી સિનેમાની યાદગાર ફિલ્મો પૈકીની એક છે. ફિલ્મનો વિષય, શ્રીદેવીનો અભિનય અને ગીત આ ફિલ્મને ખાસ બનાવે છે. નોંધનીય છે કે વર્ષ 1997માં ‘જુદાઈ’ ફિલ્મ કર્યા બાદ શ્રીદેવીએ ‘ઇંગ્લિશ વિંગ્લિશ’ ફિલ્મથી 15 વર્ષ બાદ કમબેક કર્યું હતું. ફિલ્મમાં શ્રીદેવી હાઉસ વાઈફ્ના રોલમાં છે, જેને અંગ્રેજી ન આવડવાને કારણે સમસ્યાઓનો સામનો કરવો પડે છે. વિદેશ જઈને શ્રીદેવી કેવી રીતે આત્મવિશ્વાસ કેળવે છે તેની વાત આ ફિલ્મમાં કરવામાં આવી છે. ફિલ્મના નિર્દેશક ગૌરી શિંદેએ પોતાની માતાના જિંદગીના સાચા અનુભવોથી પ્રેરિત થઈને આ ફિલ્મ બનાવી હતી. તેઓ પણ બાળપણમાં પોતાની માતાને અંગ્રેજી ન આવડવાને લીધે ક્ષોભ અનુભવતા હતા અને આ ફિલ્મ થકી પોતાની માતાને સોરી કહેવા માગતા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter