શ્રુતિ અને શાંતનુની લિવ ઇન રિલેશનશિપ

Sunday 06th March 2022 06:10 EST
 
 

લાંબા સમયના ‘બેસ્ટ ફ્રેન્ડ’ શ્રુતિ હાસન અને બોયફ્રેન્ડ શાંતનું હજારિકાએ લિવ ઇનમાં રહેવાનું શરૂ કર્યું છે. શાંતનું એક કલાકાર છે, બન્ને સ્વભાવે ક્રિએટિવ હોવાથી બન્ને વચ્ચે સારો મેળ ખાય છે. બન્ને એકમેકથી સંતુષ્ટ હોવાનું શાંતનુએ જણાવ્યું હતું.
શાંતનુ હજારિકાએ કહ્યું હતું કે, અમે લાગણીથી તો જોડાઇ ગયા છીએ, પરંતુ અમે બન્ને સ્વભાવે પણ ક્રિએટિવ છીએ. એકબીજા સાથે સારો સમય પસાર કરી શકીએ છીએ. અમે કળા, સંગીત જેવા અલગ-અલગ વિષયો સાથે જોડાયા છીએ અને તેના પર કલાકો સુધી વાત અને કામ કરી શકીએ છીએ. હાલ અમે બન્ને ક્રિએટિવ જર્નીનો આનંદ લઇ રહ્યા છીએ. તેમજ એકબીજાની રચનાત્મક ઉર્જાને અનુભવી રહ્યા છે, જે અમારા માટે પ્રેરણાદાયક છે. શ્રુતિ અને શાંતનુ સારા મિત્રો છે, અને મોજથી રહે છે. તેઓ કલાકો સુધી એક જ ઓરડામાં શાંતિ અને આરામદાયક રીતે રહી શકે છે. યુગલ બન્ને એકબીજાને સારા મિત્રો તરીકે ઓળખાવે છે. આ પ્રેમીયુગલ સાથે હોય ત્યારે દિવસમાં એક વખત ક્રિએટિવ વાતચીત જરૂરથી કરે છે, અને તેમણે આ નિયમ બનાવ્યો છે. તેમના માટે આવું રચનાત્મક જોડાણ એ પરંપરાગત લગ્ન કરતાં વધુ ઉત્તમ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter