સંજય દત્ત અરુણાચલનો બ્રાન્ડ એમ્બેસેડર

Saturday 11th December 2021 09:27 EST
 
 

બોલિવૂડ સેલિબ્રિટીસ કેન્દ્ર અને રાજ્ય સરકારોની યોજનાઓ સાથે જોડાતા હોય છે. આ પહેલા પણ ઘણા સુપરસ્ટાર સરકારી યોજનાઓના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે. હવે સંજય દત્ત અરુણાચલ પ્રદેશનો બ્રાન્ડ એમ્બેસેડર બન્યો છે.
અરુણાચલ પ્રદેશના મુખ્ય મંત્રી પેમા ખાંડૂ અને એસેમ્બલી સ્પીકર પસાંગ સોના દોર્જીએ સંજય દત્તને બ્રાન્ડ એમ્બેસેડર રાજ્યના બનાવ્યાની ઘોષણા કરી છે. સંજય દત્ત એક પ્રાઇવેટ પ્લેનથી દિબ્રુગઢ પહોંચ્યો હતો અને તેના પછી હેલિકોપ્ટર દ્વારા મેચુકા ઘાટી પહોંચ્યો હતો. આ પ્રસંગે એક વીડિયો શૂટ કરીને એક કેમ્પેઇનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં સંજય દત્ત એક યૂથ આઇકોન, નેચર લવર, નશામુક્તિના પ્રતીક તરીકે જોવા મળી રહ્યો છે. આ કેમ્પેઇન દ્વારા રાજ્યમાં ટુરિઝમને પ્રોત્સાહન આપવાની યોજના છે. આ સાથે જ સંજય દત્ત સ્થાનિક યુવાનોની સાથે નશામુક્તિ માટે પણ કામ કરશે. રાજ્યમાં હાલ આ દૂષણ વધી રહ્યું હોવાથી તેને નેસ્તનાબૂદ કરવા સરકાર પ્રયાસ કરી રહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter