સંજુબાબાને મળ્યા યુએઇના ગોલ્ડન વિઝા

Sunday 06th June 2021 05:30 EDT
 
 

સંજય દત્તને યુએઇના ગોલ્ડન વીઝા મળ્યા છે. સંજય દત્તે સોશિયલ મીડિયામાં આ માહિતી તસવીર સાથે રજૂ કરી હતી, જેમાં સંજય દત્ત યુએઇના ડિરેક્ટર જનરલ મોહમ્મદ અહમદ અલ મારી સાથે જોવા મળે છે. સંજય દત્તે યુએઇ સરકારનો આભાર માન્યો છે તો સાથોસથ ફ્લાઈ દુબઈના સીઓઓ હમદ ઓબૈદલ્લાના સમર્થન માટે આભાર દર્શાવ્યો છે. સંજય દત્તે બે તસવીરો શેર કરી છે, જેમાં તે પાસપોર્ટ પકડીને મેજર જનરલ મોહમ્મદ અલ મારીની સાથે દેખાય છે. આપને જણાવી દઇએ કે અલ મારી દુબઇમાં ડાયરેક્ટોરેટ ઓફ રેસિડન્સી એન્ડ ફોરેન અફેર્સના ડાયરેકટર જનરલ છે.
ગલ્ફ ન્યૂઝના મતે ગોલ્ડન વીઝા ૧૦ વર્ષની રેસિડન્ટ પરમિટ છે. તેની જાહેરાત પહેલી વખત ૨૦૧૯માં દુબઇના ઉપરાષ્ટ્રપતિ, વડા પ્રધાન અને શાસક હિઝ હાઇનેસ શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મકતૂમ દ્વારા રોકાણકારો અને વેપારીઓ માટે કરાઇ હતી. ૨૦૨૦માં સ્પેશયલ ડિગ્રીધારકો, ડોકટર્સ, વૈજ્ઞાનિકો અને પ્રોફેશનના લોકો માટે તેને મંજૂરી અપાઇ હતી. સંજય દત્ત બોલિવૂડના એ કેટલાંય સ્ટાર્સમાંથી છે જે મોટા ભાગે દુબઇ આવતો જતો રહે છે. સપ્ટેમ્બર ૨૦૨૦માં પત્ની માન્યતા સાથે તે દુબઇ ગયો હતો. અને માન્યતાએ પોતાની દુબઇ ટ્રિપની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. અહેવાલ અનુસાર, સંજય દત્તનું બીજું ઘર દુબઇમાં જ છે. જ્યાં માન્યતા પોતાના બંને બાળકોની સાથે રહે છે. બાળકો દુબઇમાં અભ્યાસ કરી રહ્યા છે. એવામાં હવે સંજય દત્તને જવા માટે વારંવાર વિઝા લેવાની જરૂર પડશે નહીં કારણ કે હવે ગોલ્ડન વિઝા મેળવ્યા બાદ હવે સંજય દત્ત યુએઇમાં ૧૦ વર્ષ સુધી રહી
શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter