ફેમસ એક્ટર સતીશ શાહનું 25 ઓક્ટોબરના રોજ કિડની ફેલ્યોરથી અવસાન થયું. તેઓ ખૂબ જ જીવંત વ્યક્તિત્વ ધરાવતા હતા. તાજેતરમાં ‘સારાભાઈ વર્સિસ સારાભાઈ’માં તેમની પત્નીની ભૂમિકા ભજવનાર એક્ટ્રેસ રત્ના પાઠકે ખુલાસો કર્યો છે કે તેમણે સતીશ શાહ સાથે તેમના મૃત્યુના અઢી કલાક પહેલાં જ વાત કરી હતી. તેઓ તેમની ઉંમર અને દેખાવ વિશે ચર્ચા કરી રહ્યા હતા. રત્ના પાઠકે સતીશ શાહ સાથેની છેલ્લી વાતચીત પર પ્રકાશ પાડતા કહ્યું શાહે 25 ઓક્ટોબરે બપોરે 12:57 વાગ્યે એક વ્હોટ્સએપ મેસેજ મોકલ્યો હતો. તે, એક ફોટો હતો અને તેમાં લખ્યું હતું ‘મારી ઉંમરને કારણે, લોકો ઘણીવાર મને મોટો સમજી લે છે.’ લગભગ દોઢ કલાક પછી, રત્ના પાઠકે હસતાં હસતાં તેમના મેસેજનો જવાબ આપ્યો ‘તમારા પર તો આ વાત બિલકુલ બંધ બેસે છે’. આ છેલ્લા મેસેજને ફક્ત અઢી કલાક થયા હતા ત્યારે રત્ના પાઠકને ‘સારાભાઈ વર્સિસ સારાભાઈ’ના નિર્માતા જે.ડી. મજેઠિયા તરફથી મેસેજ મળ્યો, જેમાં લખ્યું હતું કે ‘સતીશભાઈ અબ નહીં રહે...’


