સરબજીતના સેવા કાર્યમાં બિગ બીની સખાવત

Sunday 29th November 2026 05:14 EST
 
 

મિલેનિયમ સ્ટાર અમિતાભ બચ્ચનના સુપરડુપર હીટ શો ‘કૌન બનેલા કરોડપતિ’ના મંચ પર ઘણીવાર એવા વ્યક્તિવિશેષ આવતા હોય છે કે જેમની દરિયાદિલીને જોઈને દર્શકો દંગ રહી જાય છે. કેબીસીના મંચ પર આવા જ એક મહાનુભાવ સરબજીત સિંહ બોબી પહોંચ્યા હતા. તેઓ લાંબા સમયથી જરૂરિયાતમંદોને માનવીય સહાય કરવાના સેવાકાર્યમાં વ્યસ્ત છે. સરબજિત સિંહે આ શોમાં પોતાના સેવાકાર્યો વિશે વિસ્તારપર્વક વાત કરી હતી. સરબજિતની વાતો સાંભળીને અમિતાભ એટલા પ્રભાવિત થઇ ગયા હતા કે તેમણે સરબજિતના સેવાયજ્ઞમાં પોતાનું નાણાકીય યોગદાન આપવાની જાહેરાત કરી દીધી હતી. બિગ બીએ બોબીની સંસ્થા ઓલમાઇટી બ્લેસિંગ્સને 21 લાખ રૂપિયાનું દાન આપ્યું હતું. સરબજિત સિંહની સંસ્થા વિવિધ હોસ્પિટલ બહાર દર્દીઓના કુટુંબીજનોને વિનામૂલ્યે ભોજન પુરું પાડે છે. આ પ્રકારે સંસ્થા દરરોજ હજારો લોકોની ભૂખ દૂર કરે છે. આ ઉપરાંત સંસ્થા બિનવારસી મૃતદેહોના અંતિમ સંસ્કારની જવાબદારી પણ નિભાવે છે. મુશ્કેલીમાં મુકાયેલા લોકોની મદદ કરવી તે સરબજિતનો સેવા મંત્ર છે, અને તેમની આ નિસ્વાર્થ સેવાભાવના જ બિગ બીના હૃદયને સ્પર્શી ગઇ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter