સલમાન મારી નફરતને પણ લાયક નથીઃ અભિજીત

Sunday 10th December 2023 07:14 EST
 
 

સિંગર અભિજીત ભટ્ટાચાર્યએ પોતાની કરિયરમાં ઘણા હિટ ગીતો આપ્યા છે. આજે પણ તેના અવાજના ચાહકો દીવાના છે. સિંગરે 1000 ફિલ્મોમાં 6034 ગીતો ગાયા છે. આ ગાયકે શાહરુખ ખાનથી લઈને સલમાન ખાન સુધી બધા માટે ગીતો ગાયા છે. જોકે આ પ્રતિભાશાળી ગાયકને સલમાન માટે ભારોભાર નારાજગી છે. તેનું કહેવું છે કે તે મારી નફરતને પણ લાયક નથી. એક વાતચીતમાં અભિજીતને સલમાન ખાન સાથેના તેના સમીકરણ વિશે પૂછાયું હતું ત્યારે તેણે કહ્યું કે, સલમાન તેની સદ્ભાવનાને કારણે જ સફળ થયો છે, તે ભગવાન નથી અને તેણે પોતાને એવો માનવો જોઈએ નહીં.
અભિજીતે વધુમાં કહ્યું કે તેણે ક્યારેય સલમાનના સમર્થનમાં ટ્વિટ કર્યું નથી. લોકો કેવી રીતે વિચારી શકે કે હું સલમાન ખાન જેવા વ્યક્તિનું સમર્થન કરી શકું, કે જે ફક્ત દુશ્મન દેશના કલાકારોને પ્રોત્સાહન આપે છે. પાકિસ્તાન પ્રત્યે પોતાની વફાદારી દર્શાવવા માટે તેણે ઘણા મોટા ભારતીય ગાયકોને પાકિસ્તાની ગાયકો સાથે રિપ્લેસ કર્યા છે.’ જોકે અભિજીતે તે પાકિસ્તાની કલાકારોના નામ લીધા ન
હતા જેમને સલમાને પ્રમોટ કર્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter