સલમાન-શાહરુખ મહાલશે કેટરિના-વિકીના લગ્નમાં

Thursday 09th December 2021 09:10 EST
 
 

કેટરિના કૈફ અને વિકી કૌશલ - અખબારી અહેવાલ પ્રમાણે - નવમી ડિસેમ્બરે લગ્નબંધને બંધાઇ રહ્યા છે. અને વેડિંગ સેરેમની માટે રાજસ્થાનમાં લક્ઝુરિયસ રિસોર્ટ બુક કરાવ્યો છે. જયપુર નજીક આવેલા ૭૦૦ વર્ષ જૂના કિલ્લામાં મેરેજ માટેનું ગેસ્ટનું લિસ્ટ અને ઈવેન્ટ્સને આખરી ઓપ અપાઇ રહ્યો છે. આ કપલની નજીકના સૂત્રોના જણાવ્યા મુજબ, સલમાન અને શાહરુખ પણ આ પ્રસંગે હાજરી આપશે. મેરેજની તારીખ અને રિયાધમાં દ-બંગ ટુરના દિવસો સરખા હોવાથી સલમાન વેડિંગના બદલે અન્ય દિવસોની સેરમેનીમાં ભાગ લેશે. જ્યારે બોલિવૂડના કિંગ શાહરુખ વેડિંગમાં ટૂંકી હાજરી આપશે. દીકરા આર્યનની એરેસ્ટ બાદ શાહરુખ પહેલી વખત કોઈ પબ્લિક ઈવેન્ટમાં દેખાશે. શૂટિંગનું બિઝી શિડ્યુલ હોવાથી શાહરુખ ઊડતી મુલાકાત આવશે.
રણબીર કપૂર સાથે બ્રેકઅપ બાદ કેટરિનાએ વિકી કૌશલ સાથે સંસાર માંડવાની તૈયારીઓ કરી છે અને રણબીર કપૂર આલિયા ભટ્ટની સાથે ફેરા ફરવાનો છે. કેટરિનાના ગેસ્ટ લિસ્ટમાં આલિયા ભટ્ટ પણ છે. કેટરિના અને કરણ જોહર વચ્ચેનું બોન્ડિંગ સ્ટ્રોંગ છે. કરણના બાળકો યશ અને રુહી સાથે પણ કેટરિના ક્લોઝ હોવાથી કરણ જોહરને બંને કિડ્સ સાથે ઈન્વાઈટ કરાયો છે. મેઘના ગુલઝારની ફિલ્મ ‘રાઝી’માં આલિયા ભટ્ટે વિકી સાથે કામ કર્યું છે. આ ઉપરાંત મેઘનાની એક ફિલ્મમાં તે પ્રિયંકા સાથે કામ કરી રહી છે. કોરિયોગ્રાફર બોસ્કો માર્ટિન કેટરિનાનો સારો ફ્રેન્ડ છે અને તે ગેસ્ટ લિસ્ટમાં છે. વિકીને ગોવિંદ મેરા નામમાં ડિરેક્ટર કરનાર શશાંક ખૈતાન, કો-સ્ટાર ભૂમિ પેડનેકર, કિયારા અડવાણી પણ વેડિંગ એટેન્ડ કરવાના છે. વેડિંગ ગેસ્ટ તરીકે ઈન્વિટેશન મળ્યું હોવાનું કન્ફર્મ કરનાર પહેલી બોલિવૂડ સેલિબ્રિટિ શશાંક ખૈતાન છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter