સલમાનના હાલ મૂસેવાલા જેવા કરાશેઃ ધમકીભર્યો પત્ર મળ્યો

Thursday 09th June 2022 06:56 EDT
 
 

અભિનેતા સલમાન ખાન અને તેના પિતા સલીમ ખાનને રવિવારે જાનથી મારી નાખવાની ધમકી આપતો પત્ર મળતાં મહારાષ્ટ્ર પોલીસે તેમને વિશેષ સુરક્ષા આપી છે. સાથે સાથે જ મુંબઇ પોલીસે અજાણી વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. પોલીસ હાલ પત્ર લખનારને શોધી રહી છે. આ પત્ર બાંદ્રાના બેન્ડ સ્ટેન્ડ પ્રોમેનાડમાં સલીમ ખાનના સિક્યુરિટી ગાર્ડને તે સ્થળેથી મળ્યો હતો, જ્યાં તેઓ હંમેશાં મોર્નિંગ વોક બાદ બેસે છે. આ પત્રમાં સલમાન ખાન અને સલીમ ખાનને ધમકી અપાઇ છે કે તેમના હાલ પણ સિદ્ધુ મુસેવાલા જેવા કરવામાં આવશે. પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની હત્યા બાદ મુંબઈ પોલીસે તાજેતરમાં જ સલમાન ખાનની સુરક્ષામાં વધારો કર્યો હતો કારણ કે મૂસેવાલાની હત્યામાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનું નામ બહાર આવ્યું છે. ઉલ્લેખનીય છે કે 2008માં સલમાન ખાનનું કાળિયાર હરણના શિકારનું પ્રકરણ બહાર આવ્યું હતું ત્યારે બિશ્નોઈએ સલમાનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે આ ધમકીને ધ્યાનમાં રાખીને સલમાનની સુરક્ષા વધારવાનો નિર્ણય કર્યો હતો. સલમાન ખાન સાથે આમ પણ તેના ખાનગી સિક્યોરિટી ગાર્ડ્સ તો રહે છે જ હવે સાથે જ મુંબઈ પોલીસના કેટલાક કોન્સ્ટેબલ પણ તેની સુરક્ષામાં રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter