પિતા એટલે ઘરનો સ્તંભ. આ તસવીરમાં પણ તે જોવા મળી રહ્યું છે. સલમાન ખાનની ગણતરી આજે ભારતના સૌથી મોટા સુપરસ્ટાર્સમાં થાય છે, પરંતુ પિતાની છત્રછાયા વિના આ સ્ટારડમ શું કામનું? સલીમ ખાન જ્યારે બીમાર હતા ત્યારે પરિવારથી લઇને ચાહક વર્ગ ચિંતામાં હતો. જોકે સલમાન જ્યારે ઈદના પર્વે પિતાની સાથે ફેન્સની સમક્ષ આવ્યો ત્યારે સહુએ હાશકારો અનુભવ્યો હતો. ફેન્સને ખુશી હતી કે, સલીમ ખાન સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે. સલીમ ખાનના કેસમાં સૌથી રસપ્રદ વાત એ છે કે, પોતે સફળ એક્ટર ન બની શક્યા પણ દીકરાને સુપરસ્ટાર બનાવી જ દીધો.


