સલમાનની સિક્રેટ વાઈફ અને દીકરી દુબઈમાં વસે છે?!

Sunday 01st August 2021 10:27 EDT
 
 

શું સલમાન ખાનની સિક્રેટ પત્ની અને દીકરી દુબઇમાં વસે છે? સોશિયલ મીડિયામાં લાંબા સમયથી ચર્ચાના ચકડોળે ચઢેલા આ પ્રશ્નનો જવાબ આખરે મળ્યો છે. સલમાન તાજેતરમાં ભાઈ અરબાઝ ખાનના ટોક શો ‘પિન્ચ’ની બીજી સીઝનના પ્રીમિયરમાં ગેસ્ટ બન્યો હતો. આ શોનું ફોર્મેટ એવું છે કે, અરબાઝ તેના ગેસ્ટ્સને તેમના વિશેના વાંધાજનક ટ્વિટ્સ વિશે પૂછે છે કે જેથી ગેસ્ટ્સનું રિએક્શન જાણી શકાય.
ગયા વર્ષે એક ટ્વિટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, સલમાન ખાનનું દુબઈમાં એક સિક્રેટ ફેમિલી છે, જેમાં તેની વાઇફ અને ૧૭ વર્ષની દીકરીનો સમાવેશ થાય છે. આ ટ્વિટમાં લખાયું હતું કે, ‘કહાં છુપા બૈઠા હૈ ડરપોક... ભારત મેં સબ જાનતે હૈ કી તું દુબઈ મેં અપની બીવી નૂર ઔર ૧૭ સાલ કી બેટી કે સાથ હૈ. ભારત કે લોગો કો કબ તક મૂરખ બનાયેગા..?’ સલમાનને આ ટ્વિટ વિશે સાંભળીને સૌપ્રથમ આંચકો લાગ્યો હતો. તેણે પૂછ્યું હતું કે, ‘આ વાત કોના માટે છે?’ અરબાઝે તેને ભારપૂર્વક કહ્યું કે, આ કોમેન્ટ તેના વિશે જ છે તો સલમાને કહ્યું હતું કે, ‘આ લોકો વેલ ઇન્ફોર્મ્ડ છે. આ બધી બકવાસ વાતો છે. ખબર નથી કે, કોના વિશે તેણે લખ્યું છે, અને ક્યાં પોસ્ટ કર્યું છે, શું ઇમ્પ્રેશન આપવા ઇચ્છે છે. શું તેમને એમ છે કે, હું તેમને નામજોગ જવાબ આપીશ?! તો કહેવા ઇચ્છું છું કે, ભાઇસાહેબ મારી કોઈ પત્ની નથી. હું હિન્દુસ્તાનમાં રહું છું. નવ વર્ષની ઉંમરથી ગેલેક્સી એપાર્ટમેન્ટ્સમાં વસું છું. હું આ વ્યક્તિને જવાબ પણ આપવા માગતો નથી.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter