સલમાન ખાનની આગામી ફિલ્મ ‘બેટલ ઓફ ગલવાન’ આજકાલ સમાચારોમાં ઝળકી રહી છે. ભારત-ચીનના ગલવાન સંઘર્ષની સત્યઘટના પર આધારિત આ ફિલ્મનું ટિઝર તાજેતરમાં રિલિઝ થતાં જ ચીની મીડિયાના પેટમાં દુઃખવા લાગ્યું છે. ચીની મીડિયાએ ફિલ્મ પર સત્ય સાથે ચેડાંનો આરોપ મૂકાયો છે. એક ચીની અખબાર ગ્લોબલ ટાઇમ્સે ફિલ્મ અંગે એક આર્ટિકલ લખ્યો છે જેનું હેડિંગ એવું છે કે તથ્યોની સાથે છેડછાડ કરવાને લઈને બોલિવૂડની ફિલ્મ ‘બેટલ ઓફ ગલવાન’ પર વિવાદ જાગ્યો છે. તજજ્ઞોએ જણાવ્યું હતું કે કોઇ ઓવર ધ ટોપ ડ્રામા દેશની પવિત્ર સીમાઓને પ્રભાવિત કરી શકે નહીં. રિપોર્ટમાં ભારતીય સેનાના અધિકારી કર્નલ બિક્કુમલ્લા સંતોષ બાબુની શુરવીરતાપુર્ણ શહીદીને રિપોર્ટમાં નકારી દેવામાં આવી છે. રિપોર્ટમાં એવું પણ જણાવાયું હતું કે આ ફિલ્મના ટીઝરને ચીની લોકોની તરફથી પોઝિટિવ રિસ્પોન્સ મળ્યો નથી. અનેક લોકોએ ‘બેટલ ઓફ ગલવાન’ને ચીનમાં ઓટીટી ડ્રામા ગણાવ્યું છે. ચીની મીડિયાએ ગલવાન વેલીના વિવાદ કેન્દ્રીત આ ફિલ્મને જાણીજોઈને વિવાદ ભડકાવવાનો પ્રયાસ પણ ગણાવ્યો છે. રિપોર્ટમાં એવો પણ આરોપ મુકાયો છે કે ભારતીય સેનાએ શાંત પરિસ્થિતિ સાથે છેડછાડ કરી હતી અને ચીની લોકોને ધમકી આપી હતી.


