સલમાનને કોર્ટમાં હાજર થવા ફરમાન

Saturday 26th September 2020 05:34 EDT
 
 

કાળિયાર હરણના શિકાર અને આર્મ્સ એક્ટના ભંગ બદલ દોષિત ઠરેલા સલમાનને  હાજર થવા કોર્ટે ફરમાન કર્યું છે. જોધપુર ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજની કોર્ટમાં ગયા સપ્તાહે આ કેસની સુનાવણી શરૂ થઇ છે. કોર્ટે સ્પષ્ટ જણાવ્યું હતું કે, ૨૮ સપ્ટેમ્બરથી આ કેસ અંગે ચર્ચા શરૂ કરવાની છે. સાથે સાથે જ કોર્ટે સલમાન ખાનને હાજર રાખવા આદેશ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે કાળિયાર હરણ શિકાર કેસમાં ચીફ જ્યુડિશ્યલ મેજિસ્ટ્રેટ (રુરલ) કોર્ટ સલમાન ખાનને દોષિત ઠરાવીને પાંચ વર્ષની સજા સંભળાવી ચૂકી છે. સલમાન ખાને આ ચુકાદા સામે ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ કોર્ટમાં અપીલ કરી હોવાથી હવે સુનાવણી શરૂ થઇ રહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter