સાઇનાની ભૂમિકા ભજવવા પરિણીતિ કેશ કાપશે

Saturday 14th December 2019 05:39 EST
 
 
અભિનેત્રી પરિણીતી ચોપરા બેડમિન્ટન ચેમ્પિયન સાઇના નેહવાલના જીવન પરથી બની રહેલી ફિલ્મમાં અભિનય કરી રહી છે. આ ભૂમિકાની તૈયારી માટે પરિણીતી થોડા દિવસ અગાઉ સાઈનાના હૈદરાબાદના ઘરે ગઈ હતી અને સાઈનાની માતા ઉષા નહેવાલને મળી હતી. ઉષાએ પરીને દીકરીનાં બાળપણથી લઇને અત્યાર સુધીની સંપૂર્ણ વિગતો આપી હતી. સાઈનાની આદતો અને ગમા-અણગમા વિશે વિસ્તારથી પરીને જણાવ્યું હતું. સાઇના ટીનેજર હતી ત્યારે તેના વાળ સાવ નાના હતા. આથી પરીએ પણ તે લૂક માટે વાળ કપાવીને ટૂંકા કરવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત પરિણીતી પોતાના પાત્ર માટે બેડમિન્ટનની આકરી તાલીમ પણ લઈ રહી છે.

comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter