દક્ષિણ ભારતીય સિનેમાજગતના દિગ્ગજ અભિનેતા અને પૂર્વ રાજનેતા કોટા શ્રીનિવાસ રાવનું રવિવારે 83 વર્ષની વયે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. તેમણે 10મી જુલાઈએ જ તેમનો 83મો જન્મદિવસ ઉજવ્યો હતો. તેલંગણના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ પણ તેમને શ્રદ્ધાંજલિ આપી છે. કોટા શ્રીનિવાસે તેલુગુ, તમિલ, કન્નડ અને હિન્દી ભાષાઓમાં 750 થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો હતો. તેમને 2015માં પદ્મશ્રીથી પણ નવાજવામાં આવ્યા હતા. સફળ ફિલ્મ કારકિર્દી ઉપરાંત, કોટા શ્રીનિવાસ 1999 થી 2004 સુધી આંધ્ર પ્રદેશના વિજયવાડા (ઇસ્ટ)ના ધારાસભ્ય હતા.