સાઉથના બિઝનેસમેનને ડેટ કરે છે જેકલીન

Monday 05th July 2021 07:26 EDT
 
 

જેકલીન ફર્નાન્ડિસની રિલેશનશિપને લઈને લાંબા સમયથી ચાલતી અટકળોનો અંત આવ્યો છે. એક અહેવાલ મુજબ જેકલીન દક્ષિણ ભારતના બિઝનેસમેનને ડેટ કરી રહી છે અને તેની સાથે બહુ જલદી નવા ઘરમાં રહેવા માટે જશે. સૂત્રોના જણાવ્યા અનુસાર જેકલીન છેલ્લા બે મહિનાથી જૂહુ અને બાંદ્રા વિસ્તારમાં મકાન શોધી રહી હતી. અનેક મકાન જોયા બાદ જેકલીન અને તેનો બોયફ્રેન્ડ સી-ફેસિંગ બંગ્લોમાં રહેવા માટે જવાનું પ્લાનિંગ કરી રહ્યાં છે. ઘરમાં ઇન્ટરિયર માટે કપલે ફ્રાન્સના એક ડિઝાઇનરની સર્વીસ લીધી છે. મુંબઈ સંપૂર્ણ લોકડાઉનમાંથી બહાર આવી ગયા બાદ જેકલીન આ બંગલોનું ફાઈનલ પેપરવર્ક પૂરું કરશે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ બંને રિલેશનશિપને લઈને ખૂબ જ સિરિયસ છે અને બહુ જલદી આ સંબંધ જાહેર કરીને એકબીજાની સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવાનું શરૂ કરી દેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter