સાઉથના લોકપ્રિય સુપરસ્ટાર રજનીકાંતે વેક્સિનેશનનો ડોઝ લીધો હતો. તેમની પુત્રી સૌંદર્યા દ્વારા આ માહિતી ફોટા સાથે ટ્વિટ કરાઈ હતી. જોકે, તેમણે પહેલો ડોઝ લીધો છે કે બીજો તેની સ્પષ્ટતા થઈ નથી. બીજી તરફ રસી લીધા પછી તેમણે સ્થાનિક લોકો સાથે વાતચીત કરીને તેમને રસી લેવા માટે પ્રોત્સાહન આપ્યું હોવાના પણ અહેવાલો છે.