સાઉથના ૩૦ વર્ષીય અભિનેતા સુશીલ ગૌડાની આત્મહત્યા

Wednesday 15th July 2020 06:05 EDT
 
 

દક્ષિણ ભારતની ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને ટેલિવિઝન સ્ટાર સુશીલ ગૌડાએ તાજેતરમાં આત્મહત્યા કરી છે. તેણે આઠમી જુલાઈએ પોતાના વતન માંડયાના ઘરમાં આપઘાત કર્યો હતો. જોકે આપઘાતનું કારણ જાણવા મળ્યું નથી. સુશીલે ધારાવાહિક અંતપુરામાં મુખ્ય ભૂમિકા ભજદવી હતી. તે કન્નડ ઉદ્યોગમાં પણ નામ કરવા માગતો હતો. એક અભિનેતાની સાથે તે ફિટનેસ ટ્રેનર પણ હતો. સુશીલે આગામી ફિલ્મ ‘સાલગ’માં પોલીસ ઓફિસરની ભૂમિકામાં છે.




to the free, weekly Gujarat Samachar email newsletter