સાઉથની ફિલ્મમાં દિશાનું આઇટેમ સોન્ગ

Saturday 02nd April 2022 06:58 EDT
 
 

સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા - ધ રાઇઝ’ ફિલ્મને હિંદી દર્શકો તરફથી સારો રિસ્પોન્સ મળ્યો હતો. હવે ફિલ્મનિર્માતા આ ફિલ્મના બીજા ભાગ એટલે કે ‘પુષ્પા-ટુ’ની તૈયારી કરી રહ્યા છે. ફિલ્મના બીજા ભાગમાં આઈટેમ સોંગ માટે સામંથા રુથ પ્રભુને નક્કી કરવામાં આવી હતી. જોકે તાજા અહેવાલો કંઇકલ અલગ જ વાત કરે છે. એક વેબ પોર્ટલના રિપોર્ટને સાચો માનીએ તો ‘પુષ્પા-ટુ’ના આઈટમ સોંગમાંથી હવે સામંથાને દૂર કરાઈ છે. તેના સ્થાને દિશા પટણીને સાઇન કરવાાં આવી છે. ઉલ્લેખીય છે કે મૂળ ફિલ્મ ‘પુષ્પા’માં સામંથા રુથ પ્રભુના આઈટમ નંબર ‘ઓ અંટાવા...’એ દેશ-વિદેશમાં ભારે ધૂમ મચાવી હતી. સામંથાએ પોતાના કિલર અંદાજમાં આ ગીતથી દર્શકોને ઘેલા ઘેલા કર્યા હતા. હવે તેના સ્થાને ‘પુષ્પા-ટુ’માં દિશા પટણી જોવા મળશે. નિર્માતા અને દિગ્દર્શકે આ ચેન્જ કેમ કર્યો છે તે અંગે તો કંઇ કારણ જાહેર કર્યું નથી, પણ વાત વહેલી મોડી બહાર આવશે ખરી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter