સામંથા એક આઇટમ નંબર માટે ચાર્જ કરે છે રૂ. 5 કરોડ

Saturday 20th April 2024 08:24 EDT
 
 

બોલિવૂડ ફિલ્મો ગીતો વિના અધૂરી છે. ફિલ્મોને હિટ બનાવવામાં ગીતો મહત્વનો ભાગ ભજવે છે. અને આમાં પણ જો આઈટમ સોંગ પણ ઉમેરાય તો જાણે સોનામાં સુગંધ ભળી. ફિલ્મ હિટ હોય કે ન હોય, આઈટમ ગીતો ફિલ્મને ચોક્કસથી લાઈમલાઈટમાં લાવી દે છે. બોલિવૂડમાં ઘણી અભિનેત્રીઓએ અલગ-અલગ ફિલ્મોમાં આઈટમ સોંગ કરીને ચર્ચા જગાવી છે, પરંતુ શું તમે જાણો છો કે કઈ અભિનેત્રી આ માટે સૌથી વધુ ફી ચાર્જ કરે છે?
જો તમે સૌથી વધુ ફી ચાર્જ કરનારી અભિનેત્રી તરીકે મલાઈકા અરોરા, નોરા ફતેહી, તમન્ના ભાટિયા, સની લિયોન, કેટરિના કૈફ કે રશ્મિકા મંદાનાનું નામ વિચારતા હો તો તમે ખોટું વિચારી રહ્યા છો. વાસ્તવમાં સામંથા રૂથ પ્રભુ એ અભિનેત્રી છે જે એક આઈટમ સોન્ગ માટે સૌથી વધુ ફી લે છે. ચર્ચા છે કે તેણે ફિલ્મ ‘પુષ્પા ધ રાઈઝ’ના ગીત ‘ઉં અંટાવા...’ માટે પાંચ કરોડ રૂપિયા લીધા હતા. આ ખરેખર બહુ મોટી રકમ છે.
નોરા ફતેહી જેવી જાણીતી ડાન્સર પણ આટલા પૈસા લેતી નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નોરા એક ગીત માટે બે કરોડ રૂપિયા ફી લે છે. સની લિયોન પણ એટલી જ રકમ લે છે. તમને જાણીને નવાઈ લાગશે કે મલાઈકા અરોરા એક ગીત માટે માત્ર 50 લાખથી 1 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. સારી ડાન્સર હોવા છતાં તેની ફી ઘણી ઓછી છે.
થોડા વર્ષો પહેલાં કરીના કપૂર એક આઈટમ સોંગ માટે 1.5 કરોડ રૂપિયા લેતી હતી. જ્યારે અભિનેત્રી તમન્ના ભાટિયા એક ગીત માટે 1 કરોડ રૂપિયા ફી લે છે. કેટરિના કૈફની ફી આ બન્ને કરતાં વધુ છે. તે દરેક ગીત માટે બે કરોડ રૂપિયાથી વધુ ચાર્જ કરે છે. આ યાદીમાં જેક્લિન ફર્નાન્ડીઝનું નામ પણ છે. તે દરેક ગીત માટે ત્રણ કરોડ રૂપિયા ચાર્જ કરે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter