સામંથાની બોલિવૂડમાં એન્ટ્રી

Saturday 16th July 2022 08:17 EDT
 
 

દક્ષિણ ભારતની જાણીતી હિરોઈન સામંથા રુથ પ્રભુ બોલિવૂડમાં આયુષ્યમાન ખુરાના સામે હીરોઈન તરીકે ડેબ્યૂ કરશે. તેનો મતલબ એ કે સામંથાએ પહેલી ફિલ્મમાં માત્ર ગ્લેમરસ ડોલ તરીકેનો રોલ ભજવવાને બદલે કોઈ મજબૂત ભૂમિકાથી શરૂઆત કરવાનું નક્કી કર્યું છે. પુષ્પાના આઈટમ સોંગ બાદ સામંથાની લોકપ્રિયતા ઘણી વધી ગઇ છે. તેણે ફેમિલી મેન-ટુમાં અભિનયના કામણ પાથરીને પોતે રફ એન્ડ ટફ રોલ પણ કરી શકે છે તેવા પુરાવા આપ્યા છે. તે પછી બોલીવૂડના અનેક નિર્મતાઓ સામંથાને સાઈન કરી રહ્યા છે. તાજેતરમાં તાપસી પન્નુએ પણ કન્ફર્મ કર્યું છે કે પ્રોડયૂસર તરીકેની તેની ફિલ્મમાં સામંથા હિરોઈન હશે. આ ઉપરાંત અક્ષય કુમારની એક ફિલ્મમાં પણ તે હિરોઈન તરીકે આવી રહી હોવાનું ચર્ચા છે. આ જ ફિલ્મના સિલસિલામાં તે કોફી વીથ કરણની નવી સિઝનમાં પણ અક્ષય સાથે દેખાવાની છે.
જોકે, આ બધી ચર્ચાઓ વિશે કેટલાક અહેવાલ અનુસાર તેની ડેબ્યૂ ફિલ્મ આવતાં વર્ષે આયુષ્યમાન ખુરાના સાથે આવશે. દિનેશ વિજનની આ ફિલ્મ હાલ પ્રિ-પ્રોડક્શન સ્ટેજ પર છે. આ વર્ષના અંતે તેનું શૂટિંગ ચાલુ થશે અને 2023માં આ ફિલ્મ રિલીઝ થઈ શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter