સારા અને શુભમનની રિલેશનશીપ કન્ફર્મ

Sunday 23rd October 2022 06:53 EDT
 
 

હિરોઈન સારા અલી ખાન તથા ક્રિકેટર શુભમન ગિલના બે વીડિયો વાયરલ થયા બાદ બંને ડેટિંગ કરી રહ્યાની અફવાઓને ફરી વેગ મળ્યો છે. આ વીડિયોમાં સારા અલી ખાન તથા શુભમન ગિલ એક હોટલમાંથી સાથે સાથે બહાર નીકળતાં દેખાય છે. તો બીજા વીડિયોમાં બંને ફ્લાઈટમાં સાથે હોવાનું પણ જોવા મળી રહ્યું છે. અગાઉ પણ સારા અલી ખાન તથા શુભમન ગિલ મુંબઈમાં શિલ્પા શેટ્ટીની માલિકીની રેસ્ટોરામાં ડિનર લેવા ગયાં હતાં ત્યારે કોઈ ફેન દ્વારા તેમની તસવીરો ક્લિક કરી લેવામાં આવી હતી, અને પછી તે સોશ્યલ મીડિયા પર ફરતી થઇ હતી. શુભમન ગિલ અગાઉ સચિન તેંડુલકરની દીકરી સારાને ડેટ કરતો હોવાનું કહેવાતું હતું. જોકે, બંને વચ્ચે કોઈ કારણોસર બ્રેકઅપ થઈ ગયું હતું. આ પછી તેની અને સારા અલી ખાન વચ્ચે ડેટિંગ ચાલતું હોવાની વાત વહેતી થઇ હતી. આ વાત હવે એક યા બીજા રીતે કન્ફર્મ થઇ રહી છે. શુભમન અગાઉ સારા તેંડુલકર સાથે ડેટિંગ કરતો હતો તો સારા અલી ખાન અગાઉ કાર્તિક આર્યન ઉપરાંત સુશાંત સિંહ રાજપૂત સાથે ડેટિંગ કરી ચુકી છે.  


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter