સારા અલીનો સંદેશઃ સર્વધર્મ સમભાવ

Friday 01st October 2021 05:23 EDT
 
 

સારા અલી ખાન આ દિવસોમાં કાશ્મીરની ટ્રિપ પર છે ત્યાંથી તેણે કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તે દરગાહમાં નમાઝ અદા કરવાથી લઈને ચર્ચ, ગુરુદ્વારા અને મંદિરમાં હાથ જોડીને ઊભી રહેલી જોવા મળી રહી છે. સારાએ આ પોસ્ટમાં સર્વધર્મ સમભાવની વાત કરી છે. ફોટો શેર કરીને કેપ્શનમાં જહાંગીરની ફારસીમાં કહેલી વાત લખી છે. તેણે લખ્યું છેઃ ગર ફિરદૌસ બર રુએ જમી અસ્ત, હમીં અસ્તો, હમી અસ્તો, હમી અસ્તો... મતલબ કે જો ધરતી પર કોઈ સ્વર્ગ છે તો તે અહીં છે, અહીં છે અને માત્ર અહીં છે. સાથે તેણે લખ્યું સર્વધર્મ સમભાવ. તેણે તેની લેટેસ્ટ પોસ્ટમાં તેની મસ્જિદ-એ-શરીફનો ફોટો શેર કર્યો છે જેમાં નમાઝ અદા કરતી જોતી અને મન્નતનો દોરો બાંધતી જોવા મળી રહી છે. આ ઉપરાંત ચર્ચ, ગુરુદ્વારા અને મંદિરની ઝાંખી પણ શેર કરી છે. સારાએ આ પહેલાં પણ આ ટ્રિપની કેટલીક તસવીરો શેર કરી છે  જેમાં તે મિત્રોની સાથે શેષનાગ ઝરણું અને ત્યાંની ચાંદની રાતની મજા લેતી જોવા મળી રહી હતી. આ પહેલા સારા માલદીવ ટ્રિપ પર હતી ત્યાંથી પણ તેને ગ્લેમરસ ફોટો શેર કર્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter