સિદ્ધાર્થ - કિયારા વચ્ચે કોણે કરાવ્યું પેચઅપ?

Saturday 02nd July 2022 08:02 EDT
 
 

લાંબા સમયથી ડેટિંગ કરી રહેલા સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી વચ્ચે બ્રેકઅપ થઇ ગયાના અહેવાલો વચ્ચે વાયરો નવી વાત લાવ્યો છે. અહેવાલ છે કે આ ક્યુટ જોડી વચ્ચે ફરી પેચઅપ થઇ ગયું છે અને બન્ને વચ્ચે ફરી મનમેળનું કામ કરાવ્યું છે કરણ જોહરે. આ પ્રેમીપંખીડા વચ્ચેનો અણબનાવ તેને પસંદ આવ્યો નહોતો અને બન્નેને ફરી સાથે કરવાની તેની મહેનત લેખે લાગી છે. કરણ જોહર કિયારા અને સિદ્ધાર્થ બંનેની બહુ નજીક છે. આથી આ યુગલ અલગ થઈ રહ્યું હોવાની વાતથી તેને બહુ દુઃખ થયું હતું. તેણે બંનેને સમજાવ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે કરણ જોહરની બર્થ-ડે પાર્ટીમાં જ કિયારા અને સિદ્ધાર્થ અગાઉની જેમ હાથમાં હાથ મેળવીને  દેખાયાં હતાં. આ પછી જ તેમની વચ્ચે પેચઅપ થયાની વાતો શરૂ થઇ હતી. જોકે એક બ્રેક બાદ હવે સિદ્ધાર્થ-કિયારાનું બોન્ડિંગ વધારે મજબૂત થઈ ગયું છે. હાલ તો બન્ને પોતાના કમિટમેન્ટ પૂરા કરવામાં વ્યસ્ત છે, પણ તે પૂરાં થતાં જ બન્ને વેકેશન પર જવાના છે. જોકે તેમના ફેન્સ તો ઇચ્છે છે કે તેઓ વહેલી તકે મેરેજ કરી લે. સિદ્ધાર્થ મલ્હોત્રા હાલ રોહિત શેટ્ટીની વેબસિરીઝ ‘પોલીસ ફોર્સ’નું શૂટિંગ કરી રહ્યો છે. આ પછી તે ‘મિશન મજનૂ’ અને ‘થેન્ક ગોડ’ નામની ફિલ્મમાં જોવા મળશે. જ્યારે કિયારા ફિલ્મ ‘જુગ જુગ જિયો’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. સાથે સાથે જ તાજેતરમાં રીલિઝ થયેલી તેની ફિલ્મ ‘ભૂલ ભૂલૈયા ટુ’ની સફળતાનો આનંદ માણી રહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter