સિદ્ધાર્થ મામલે હજુ ફોડ પાડતી નથી કિયારા

Wednesday 24th March 2021 06:06 EDT
 
 

બોલિવૂડ સેલેબ્સ રિલેશનશિપને કારણે હંમેશાં ચર્ચમાં રહે છે. કોઇ સેલિબ્રિટી પોતાની રિલેશનશિપ પબ્લિકલી એકસેપ્ટ કરે છે તો કોઇ આ મામલે બીજા કોઈને જાણ થવા દેતા નથી. પણ કિયારાની વાત અલગ છે, તે ત્રીજી જ કેટેગરીમાં આવે છે. તે સિદ્ધાર્થ સાથેના સંબંધોના મગનું નામ મરી પાડવા તૈયાર નથી. જેમ કે હાલમાં ઇન્ટરવ્યૂમાં કિયારાને રિલેશનશિપ વિશે સવાલ પૂછાયો તો તેણે સિદ્ધાર્થ મલ્હોત્રાનું નામ લીધા વગર ડિનર અને ડેટ અંગે ઘણી વાતો કરી, પરંતુ સિદ્ધાર્થના નામનો સ પણ ઉચ્ચાર્યો નહોતો. આ પછી ઇન્ટરવ્યૂમાં પૂછાયું કે તે આ વર્ષે તે લાસ્ટ ટાઇમ ક્યારે ડેટ પર ગઈ હતી? તો આનો પણ સીધો ને સટ જવાબ આપવાના બદલે કિયારાએ કહ્યું કે ‘પહેલી વાત કે આ વર્ષ શરૂ થયાને હજુ ત્રણ મહિના પણ હવે પૂરા થઇ રહ્યા છે, તો સવાલ કરતા પહેલા એક વાર ગણતરી કરી લેવી...’. તમે જ કહો, આમાં આપણે શું સમજવાનું? બાકી હકીકત એ છે કે માલદિવ્સ વેકેશન હોય કે પછી લેટ નાઇટ ડિનર, કિયારા - સિદ્ધાર્થ મલ્હોત્રા ઘણી વાર સાથે દેખાયા છે. માલદિવ્સમાં મજા કરતા કે મુંબઈના પોશ રેસ્ટોરાંમાં ડિનર લેતાં બંનેના અનેક ફોટો ફરે છે. આમ બંને એકબીજાને ડેટ તો કરે છે, પરંતુ જાહેરમાં સંબંધ સ્વીકારવા તૈયાર નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter