અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા - કિયારા અડવાણીએ સોમવારે મુંબઈમાં તેમના લગ્નનું ગ્રાન્ડ રિસેપ્શન યોજ્યું હતું. જેમાં અનેક બોલિવૂડ કપલ અને કલાકારો પહોંચ્યા હતા. આ પ્રસંગે વરુણ ધવન - નતાશા દલાલ, રિતેશ દેશમુખ - જેનેલિયા ડિસૂઝા, જેકી ભગનાની - રકુલપ્રીત સિંહ, અજય દેવગણ - કાજોલ, ભૂમિ પેડણેકર, આલિયા ભટ્ટ - નીતુ કપૂર, શિલ્પા શેટ્ટી, કરીના કપૂર તેમજ યુવા ઉદ્યોગપતિ આકાશ અંબાણી અને તેમના પત્ની શ્લોકા મહેતા સહિતની હસ્તીઓ હાજર હતી. આ ભવ્ય રિસેપ્શનને લઇને કેટલાક દિવસથી તૈયારી ચાલતી હતી. તમામ મહેમાનો માટે શાનદાર વ્યવસ્થા કરાઇ હતી. કિયારા-સિદ્ધાર્થ ગયા સપ્તાહે જ રાજસ્થાનમાં લગ્નબંધને બંધાયા છે.