સિને-ટીવી આર્ટિસ્ટ એસો.ની ચૂંટણીમાં ઉપાસના સિંહનો વિજય

Thursday 17th September 2026 10:36 EDT
 
 

સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ એસોસિએશનના કામકાજ પર સવાલ ઉઠાવનારા સંગઠનના પૂર્વ સભ્ય ઉપાસના સિંહ અને તેમના જૂથનો સંગઠનની ચૂંટણીમાં જ્વલંત વિજય થયો છે. ઉપાસના સિંહ છેલ્લા લાંબા સમયથી પદ્મિની કોલ્હાપુરે અને પૂનમ ધિલ્લોંની કાર્યપદ્ધતિ સામે સવાલ ઉઠાવતા રહ્યા હતા. ઉપાસના સિંહે એવા પણ આરોપ લગાવ્યા હતા કે પદ્મિની અને પૂનમ તમામ નિર્ણયો મનમરજીથી લે છે. આરોપ અને પ્રત્યારોપ વચ્ચે સંગઠનની નવેસરથી ચૂંટણી યોજાતાં ઉપાસના સિંહે મોટી જીત નોંધાવી છે. સંગઠનની કાર્યપદ્ધતિ મુદ્દે અનેક સપ્તાહ સુધી ચર્ચા ચાલ્યા પછી સિને એન્ટ ટીવી આર્ટિસ્ટ એસોસિએશનની 12 સપ્ટેમ્બરે ચૂંટણી યોજાઈ હતી. પદ્મિની અને પૂનમની કામગીરી સામે વિરોધી સૂર ઉઠ્યા પછી સંગઠનની કારોબારીના આઠ સભ્યોએ રાજીનામા આપી દેતાં નવી ચૂંટણીની જાહેરાત થઈ હતી. જોકે હાલમાં સંગઠનની રચના મામલે કોર્ટ કાર્યવાહી ચાલે છે, તેથી આ ચૂંટણી પરિણામો કોર્ટના અંતિમ નિર્ણય આધારિત રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter