સુઝાને અર્સલાન સાથે ગોવામાં જન્મદિવસ ઉજવ્યો

Wednesday 03rd November 2021 04:41 EDT
 
 

બોલિવૂડ એક્ટર હૃતિક રોશનની પૂર્વ પત્ની સુઝાન ખાને તાજેતરમાં જ ૪૩મો જન્મદિવસ ગોવામાં સેલિબ્રેટ કર્યો હતો. સુઝાને પોતાના કહેવાતા પ્રેમી અર્સલાન ગોની સાથે જન્મદિવસ ઉજવ્યો હતો. બર્થડે સેલિબ્રેશનમાં બંનેના મિત્રો આદિત્ય સીલ તથા અનુષ્કા રંજન પણ સાથે હતા. અનુષ્કાએ સોશ્યલ મીડિયામાં સુઝાનની બર્થ ડે પાર્ટીનો વીડિયો શેર કર્યો હતો. મીડિયા રિપોર્ટ પ્રમાણે, પાર્ટી નોર્થ ગોવાના રિસોર્ટમાં યોજાઇ હતી. અનુષ્કાએ જે વીડિયો શેર કર્યો છે, તેમાં સુઝાન લેધર સ્કર્ટ તથા બ્રાઉન ક્રોપ ટોપમાં જોવા મળે છે. કેક કટિંગ પહેલાં અર્સલાન થોડો દૂર ઊભો હતો. જોકે, જ્યારે બધા હેપ્પી બર્થડે સોંગ ગાવાની શરૂઆત કરે છે, ત્યારે સુઝાન, અર્સલાનને બાજુમાં બોલાવે છે. આદિત્ય સીલે પણ પાર્ટીની તસવીર શેર કરી હતી.
અર્સલાન ગોનીએ સુઝાન સાથેની એક તસવીર શેર કરીને કહ્યું હતું, 'હેપ્પી, હેપ્પી બર્થડે ડાર્લિંગ... હું દુઆ કરું છું કે તારું આગામી વર્ષ સારું હોય અને તારું જીવન અમેઝિંગ હોય. આશા છે કે ભગવાન તને બધું જ આપે. ઘણો બધો પ્રેમ.'


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter