સુનિતા આહુજાએ છૂટાછેડાની અરજી પાછી ખેંચી લીધી?

Thursday 27th August 2026 05:19 EDT
 
 

ગોવિંદાના મેનેજર શશિ સિંહાનો દાવો સાચો માની લેવામાં આવે તો સુનિતા આહુજાએ એક્ટર પતિ ગોવિંદા સામે કરેલી છૂટાછેડાની અરજી પાછી ખેંચી લીધી છે. બાન્દ્રાની ફેમિલી કોર્ટમાં સુનિતા આહુજા પુત્ર યશવર્ધન સાથે દેખાઈ ત્યારે તસવીરકારોએ તેમને કોર્ટમાં આવવાનું કારણ પૂછતાં સુનિતાએ આક્રોશભેર ભેદી જવાબ આપ્યો હતો કે, ‘બર્થ ડે મનાને આઈ થી’. જેને પગલે સોશ્યલ મિડિયા પર જાતજાતની અટકળો વહેતી થઈ હતી. હવે શશિ સિંહાનું કહેવું છે કે સુનિતાએ પોતાની છૂટાછેડાની અરજી કાનુની રીતે પાછી ખેંચી લીધી છે. સુનિતા આહુજાએ  ડિસેમ્બર 2024ના રોજ બાન્દ્રાની ફેમિલી કોર્ટમાં છૂટાછેડાની અરજી કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter