સુનીલ શેટ્ટી અને શાહિદ આફ્રિદીની મુલાકાત

Tuesday 22nd August 2023 06:14 EDT
 
 

ભારત અને પાકિસ્તાન વચ્ચે રાજકીય સ્તરે ભલે ગમેતેટલી કડવાશ પ્રવર્તતી હોય પણ જ્યારે આ બન્ને દેશોના સેલિબ્રિટીઝ મળે છે ત્યારે તેઓ ઉષ્માભેર મળતા જોવા મળે છે. આવો જ એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે, જેમાં પાકિસ્તાની ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદી અને બોલિવૂડના દિગ્ગજ એક્ટર સુનીલ શેટ્ટી વાતચીત કરતા જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે દુબઇના એરપોર્ટ પર આ બન્નેની મુલાકાત થઇ હતી. વીડિયોમાં જોવા મળે છે કે શાહિદ આફ્રિદી જેવો સુનીલ શેટ્ટીને જુએ છે કે તરત જ તેને મળવા પહોંચી જાય છે અને બંને એકબીજાને ખૂબ જ પ્રેમથી મળે છે. શાહિદ અને સુનીલ શેટ્ટી થોડી વાર વાત કરે છે. આ પછી આફ્રિદી તેની દીકરીઓનો પરિચય સુનીલ શેટ્ટી સાથે કરાવે છે. પહેલા સુનીલ શેટ્ટી તેની મોટી દીકરીને મળે છે અને ત્યાર બાદ નાની દીકરીને બોલાવીને તેનો પણ પરિચય કરાવે છે. હાલ સોશિયલ મીડિયા પર તેમની આ મુલાકાતના વીડિયોને હજારો લાઇક્સ મળ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter