તેજતર્રાર બેટ્સમેન શુભમન ગિલ ક્રિકેટના મેદનામાં પોતાની ક્ષમતાને પુરવાર કરી રહ્યો છે. તો સમયાંતરે તેનું નામ અભિનેત્રી સારા અલી ખાન અને સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર સાથેના સંબંધોના કારણે પણ ચર્ચાતું રહ્યું છે. જોકે આ વખતે તે અલગ જ કારણસર ચર્ચામાં છે. હવે આ ભારતીય બેટ્સમેનનું નામ એનિમેશન ફિલ્મ ‘સ્પાઇડર મેનઃ અક્રોસ ધ સ્પાઇડર વર્સ’ સાથે શુભમનનું નામ પણ જોડાઇ ગયું છે. આ સાથે તે પ્રથમ ખેલાડી બનશે, જેણે એક ફિલ્મ માટે પોતાનો અવાજ આપ્યો છે અને એ પણ હોલીવૂડની સૌથી મોટી ફ્રેન્ચાઇઝીમાંની એક ફિલ્મમાં. શુભમન ગિલે સુપરહિટ એનિમેશન ફિલ્મ ‘સ્પાઇડર મેન’ના હિન્દી વર્ઝનમાં પોતાનો અવાજ આપ્યો છે. શુભમને આ અંગે કહ્યું હતું કે, હું ‘સ્પાઇડર મેન’ને જોઇ જોઇને હું મોટો થયો છું. અને હવે આ ફિલ્મના હિંદી વર્ઝનમાં ભારતીય સ્પાઇડર મેનનો અવાજ બની રહ્યો છું. હિંદી અને પંજાબી વર્ઝનમાં પવિત્ર ભાસ્કરનો અવાજ બનવો એ મારા માટે મોટી વાત છે. હું સુપર હ્મુમન હોવાનો અહેસાસ કરી રહ્યો છું. હું આ ફિલ્મની રિલીઝની આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યો છું.’