સુવર્ણ મંદિરમાં પ્રિયંકાની લંગર સેવા

Friday 10th April 2026 08:30 EDT
 
 

પ્રિયંકા ચોપરા અમૃતસરના સુવર્ણ મંદિરના લંગરમાં વાસણ સાફ કરવાની સેવા આપી રહી હોવાનો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો જોઈ ચાહકો તેના પર ઓવારી ગયા હતા. એકદમ સાદાં વસ્ત્રોમાં માથે દુપટ્ટો ઓઢીને અન્ય મહિલાઓ સાથે ફલોર પર બેસીને તેણે વાસણો સાફ કરવાની સેવા આપી હતી.
આ વીડિયો જોઈને ચાહકોએ પ્રિયંકાની ભરપૂર પ્રશંસા કરી હતી. સંખ્યાબંધ લોકોએ લખ્યું હતું કે પ્રિયંકા હજુ પણ પોતાનાં મૂળિયાં ભૂલી નથી તે સારી વાત છે. કેટલાક લોકોએ લખ્યું હતું કે અનેક સેલિબ્રિટીઓએ પ્રિયંકા પાસેથી પ્રેરણા લેવાની જરૂર છે. તે અમેરિકામાં રહીને પણ પોતાનું ભારતીયપણું જાળવી શકી છે. એટલું જ નહિ, તેણે નીક જોનાસના પરિવારને પણ ભારતીય રંગે રંગી નાંખ્યો છે. જોકે, પ્રિયંકા પંજાબની મુલાકાતે કયા હેતુસર ગઈ હતી તેની વિગતો મળી નથી. તેણે અમૃતસરમાં પંજાબી છોલે કુલ્ચેનો પણ સ્વાદ માણ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter