સ્વ. અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના જીવન આધારિત ફિલ્મ ‘ન્યાય - ધ જસ્ટિસ’નું ટીઝર લોન્ચ થયું છે. આ ફિલ્મ સુશાંતના જીવન પર આધારિત છે. ફિલ્મમાં ઝુબેર ખાન અને શ્રેયા શુક્લા પણ છે. ટીઝરની શરૂઆત એક્ટર મહિન્દરસિંહનાં મોતથી થાય છે, જે પોતાના ઘરમાં જ આત્મહત્યા કરી લે છે. ટીઝરમાં એ પણ દર્શાવાયું છે કે ભારતની ત્રણ મોટી તપાસ એજન્સીઓ એ વાતની તપાસમાં લાગે છે કે તે મોત છે. આત્મહત્યા છે કે પછી યોજનાબદ્ધ કાવતરું. મેકર્સે આ ફિલ્મમાં રિયાના પાત્રનું નામ ઉવર્શી રાખ્યું છે. ફિલ્મનું ડાયરેક્શન દિલીપ ગુલાટી દ્વારા કરાયું છે. આ ફિલ્મ માટે મેકર્સે સુશાંતસિંહના પરિવારના સભ્યો પાસેથી કોઈ પણ પ્રકારની પરમિશન લીધી નથી. તો ક્યાંક એવું તો નહીં થાયને કે ફિલ્મ કાનૂની જંગમાં અટવાઇ પડે? જોકે મેકર્સ કહે છે કે સુશાંતનો કેસ ઓલરેડી પબ્લિક ડોમેનમાં છે, જેથી કોઇની પરમિશનનો સવાલ જ ઉઠતો નથી.