સુશાંતની ગર્લફ્રેન્ડ રિયાની અમિત શાહ સમક્ષ સીબીઆઈની તપાસની માગ

Saturday 18th July 2020 08:31 EDT
 
 

સુશાંતસિંહ રાજપૂતના નિધનને મહિનો વીતી ગયો છે છતાં સોશિયલ મીડિયા પર તેના ચાહકો ન્યાયની માગ સાથે સીબીઆઈની તપાસ કરવા માગણી કરતા રહ્યાં છે. હવે એ માગણીમાં સુશાંતસિંહની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી પણ જોડાઈ છે. તેણે બે ટ્વિટ કરીને પોતાની વાત કહી છે. રિયા ચક્રવર્તીએ તાજેતરમાં આ અંગે ગૃહ પ્રધાન અમિત શાહને ટેગ કરતા ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરતાં લખ્યું છે કે, અમિત શાહ સર, હું સુશાંતસિંહ રાજપૂતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી છું. તેમના અવસાનને એક મહિનાથી વધુ સમય થઈ ગયો છે. મને સરકાર પર વિશ્વાસ છે, પરંતુ હું ન્યાય માટે તમને હાથ જોડીને વિનંતી કરું છું કે આ બાબતે સીબીઆઈ પાસે તપાસ શરૂ કરાય. હું ફક્ત એટલું જ જાણવા ઇચ્છું છું કે, એવું તે કયું પ્રેશર હતું કે જેના કારણે સુશાંતે આવું પગલું ઉઠાવ્યું. રિયા ચક્રવર્તીની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ છે.રિયા ચક્રવર્તીને સતત ટ્રોલ કરાઈ છે. હવે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ દ્વારા તેણે જણાવ્યું કે, તેને બળાત્કાર અને જાનથી મારી નાંખવાની ધમકી મળી રહી છે. એ માટે સાઇબર ક્રાઈમ આવશ્યક કાર્યવાહી કરે એવી માગ કરી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter