સુશાંતસિંહ રાજપૂતને સમર્પિત વેબસાઈટ લોન્ચ કરવામાં આવી

Wednesday 16th June 2021 05:32 EDT
 
 

મુંબઇઃ જાણીતા એકટર સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુને ૧૪ જૂને એક વર્ષ પૂર્ણ થયું છે ત્યારે તેની ફર્સ્ટ ડેથ એનિવર્સરી પર તેની લાઈફ, સફળતા અને તેની તમામ સિદ્ધિઓને આવરી લેતી એક વેબસાઈટ શરૂ કરવામાં આવી છે. www.immortalsushant.comનામની આ વેબસાઇટ સુશાંતના પરિવારના સભ્યોની મંજૂરી અને તેમની મદદથી શરૂ કરાઇ છે.
આ વેબસાઇટની ખાસિયત છે કે આમાં માત્ર સુશાંતની ફિલ્મી સફળ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવશે. ઉપરાંત ફિલ્મોમાં તેને રસ, તેના તમામ શોખ પૂરા કરવા તેના કરેલા પ્રયત્નો, સુશાંતની જોડાયેલ ટ્રેન્ડ અને સુશાંતના ફોટોઝ અને ઇન્ટરવ્યૂ અહીં જોવા મળશે. સુશાંતસિંહના પરિવાર સાથે જોડાયેલ નજીકના સભ્ય મૃણાલે એક વાતચીતમાં કહ્યું હતું કે, સુશાંતસિંહ રાજપૂત સાથે જોડાયેલી તમામ જાણકારી આ વેબસાઇટ પર સરળતાથી મળી જશે. આ વેબસાઈટ શરૂ કરવા અમને સુશાંતના પરિવારની સંપૂર્ણ મંજૂરી છે.
તપાસનું પરિણામ શૂન્ય
ઉલ્લેખનીય છે કે સુશાંતના મૃત્યુને ૧૪ જૂને એક વર્ષ થયું છે. આ જ દિવસે ૩૪ વર્ષના સુશાંતની મુંબઈના બાન્દ્રા સ્થિત ઘરમાં તેની લાશ ફાંસીની ફંદા પર લટકતી મળી હતી. ત્યારબાદ સુશાંતના મોત પર ખૂબ રાજનીતિ થઈ. સુશાંતે આત્મહત્યા કરી છે કે તેની હત્યા કરાઇ છે તેની તપાસ મુંબઈ પોલીસ ઉપરાંત બિહાર પોલીસ અને પછી સીબીઆઈએ પણ કરી છે. આ પછી ઘટનાની કડીઓ જોડવા એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટર (ઈડી) અને નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો પણ તપાસમાં જોડાઈ પરંતુ હજુ સુધી તપાસનું કોઈ પરિણામ બહાર આવ્યું નથી.
એક સમયની તેની મિત્ર એવી અભિનેત્રી અંકિતા લોખંડેએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં અંકિતા સુશાંતની સાથે કેટલીક તસવીરોમાં જોવા મળી રહી છે. આ ફોટોઝમાં સુશાંત હસતો અને મિત્રો સાથે મસ્તી કરતો જોવા મળી રહ્યો છે. આજે સુશાંતસિંહ રાજપૂત ભલે આપણી સાથે નથી પરંતુ તેમના નામનું હેશટેગ સવારથી ટ્રેન્ડ થઈ રહ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter