મુંબઇ પોલીસની સોશિયલ સર્વીસ બ્રાન્ચ (એસએસબી)ની ટીમે અભિનેત્રી અને કાસ્ટિંગ ડાયરેક્ટર આરતી મિત્તલની સેક્સ રેકેટ ચલાવવા બદલ ધરપકડ કરી છે. એસએસબીએ નકલી ગ્રાહક બનીને પશ્ચિમી પરાંમાં ચાલતા આ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. પોલીસે 27 વર્ષની કાસ્ટિંગ ડાયરેક્ટર આરતી મિત્તલ તગડી રકમ વસૂલીને ગ્રાહકોને મોડેલ મોકલતી હતી. એસએસબીની ટીમે પુરાવા તરીકે સમગ્ર ઘટનાનો વીડિયો પણ બનાવ્યો છે.
એસએસબીને માહિતી મળી હતી કે આરતી મિત્તલ સેક્સ રેકેટ ચલાવે છે. આ પોલીસે ગ્રાહકના સ્વાંગમાં આરતીનો સંપર્ક સાધીને બે યુવતીની ડિમાન્ડ કરી હતી. આરતીએ આ માટે 60 હજાર રૂપિયાની માગણી કરી હતી. ઓશિવરામાં રહેતી આરતી અલગ અલગ પ્રોજેક્ટ્સ માટે મોડેલોને મળતી અને સારા પૈસા કમાવવાની ઓફર આપી તેમને સેક્સ રેકેટમાં ધકેલતી હતી. અભિનેત્રી અને કાસ્ટિંગ ડાયરેક્ટર તરીકે કામ કરતી આરતીએ બે મોડેલ્સના ફોટા મોકલ્યા હતા. આ પછી નક્કી થયેલી હોટેલમાં ખુદ આરતી મોડેલ્સ સાથે પહોંચી હતી. આ પછી એસએસબીની ટીમે હોટેલ પર છાપો મારીને આરતીને રંગેહાથ પકડી લીધી હતી. આ પ્રકરણની પૂછતાછમાં મોડેલોએ જણાવ્યું હતું કે તેમને આ કામ માટે આરતીએ તેમને 15-15 હજાર આપવાનું પ્રોમિસ આપ્યું હતું.