સેલિબ્રિટી ફિટનેસ ટ્રેનર કૈજાદનું નિધન

Thursday 21st October 2021 15:42 EDT
 
 

બોલિવૂડના ફેમસ અને સેલિબ્રિટી ફિટનેસ ટ્રેનર કૈજાદ કાપડિયાનું હાર્ટફેલ થવાથી નિધન થયું છે. કૈજાદના નિધન પર તેની સાથે ફિટનેસ ટ્રેનિંગ લઈ ચૂકેલ ટાઇગર શ્રોફે સોશિયલ મીડિયા પર ખૂબ જ અલગ અંદાજમાં શ્રદ્ધાંજલિ આપીને ટાઇગરે લખ્યું - રેસ્ટ ઇન પાવર કૈજાદ સર... આપને જણાવી દઈએ કે કૈજાદ 11 એકેડેમી ઓફ ફિટનેસ સાયન્સ નામની પોતાની એક ફિટનેસ ટ્રેનિંગ એકેડેમી ચલાવતો હતો. કૈજાદના અંતિમ સંસ્કાર તેના મિત્રો અને પરિવારની હાજરીમાં થયા. એક ઇન્ટરવ્યૂમાં કૈજાદે કહ્યું હતું કે સેલિબ્રિટી ટ્રેનર હોવાને કારણે તેને કેટલાય પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. તેણે કહ્યું હતું કે, હું સૌથી પહેલા તો મારી જાતને સેલિબ્રેટી ટ્રેનર નથી સમજતો. મેં મારી એકેડેમીના ક્લાસરૂમમાં એક ક્વોટ લગાવ્યો છેઃ સેલિબ્રિટી ટ્રેનર બનવાની ખ્વાહિશ ન રાખો. તેના કરતા એક સારા ટ્રેનર બનવાની ખ્વાહિશ રાખો, જે ખુદ એક સેલિબ્રિટી છે. કૈજાદ કહે છે કે મારા માટે તો મને ફી ચૂકવતી દરેક વ્યક્તિ સેલિબ્રિટી જ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter