અભિનેતા સૈફઅલી ખાન ચોથી વખત પિતા બનવાનો છે. કરીના ફેબ્રુઆરી મહિનામાં તેના બીજા બાળકને જન્મ આપી શકે છે. આ દરમિયાન સૈફઅલી ખાને પેટરનિટી બ્રેક લેવાની જાહેરાત કરી છે. સૈફે આ લિવને લઈને કહ્યું છે કે, પિતા બનવાના હોઈએ એ સમયમાં કોણ કામ કરવા ઇચ્છે? તમારા ઘરે એક નવું મહેમાન આવ્યું હોય ત્યારે તમને કામ કરવાની મજા ક્યાંથી આવે? જો તમે તમારા બાળકોને મોટા થતા નથી જોઈ શકતા તો આ સૌથી મોટી મજબૂરી કે ભૂલ હોઈ શકે છે.
દરેક વખતે પેટરનિટી બ્રેક
એક ઇન્ટરવ્યૂમાં સૈફે તેના ચોથા બાળકના જન્મ વખતે બ્રેક લેવાની વાત શેર કરી છે. સૈફે જણાવ્યું કે, સારાના જન્મ સમયે પણ તેણે કામમાંથી બ્રેક લીધો હતો. સૈફે કહ્યું કે, હું કામમાંથી રજા લઇ શકું છું કારણ કે આ ઘણો સારો વ્યવસાય છે. બાકીના સમયે તો હું એક્ટરની જેમ જ જીવું છું. સૈફે કહ્યું કે, હું એક એક્ટર છું અને મને આ કામ ઘણું પસંદ છે. હું મારા પરિવાર સાથે રહેવાનું, દુનિયા ફરવાનું, વાઈન પીવાનું અને મારા બાળકોને જોવાનું પસંદ કરું છું.
કરીનાનો કૂલેસ્ટ પતિ
કરીના કપૂરે તાજેતરમાં એક મેગેઝિનના કવર પરના સૈફના ફોટોને શેર કરીને લખ્યું હતું કે, કૂલેસ્ટ હસબન્ડ એવર. થોડા દિવસ પહેલાં જેના સેટ પર આગ પણ લાગી હતી તે ‘આદિપુરુષ’નું શૂટિંગ આ બ્રેક પછી તે પ્રભાસ સાથે શરૂ કરશે. આ ફિલ્મ ૧૧ ઓગસ્ટ ૨૦૨૨ના રોજ રિલીઝ થશે. ફિલ્મમાં સૈફ રાવણનું પાત્ર નિભાવતો દેખાશે. ઓમ રાઉત ફિલ્મના ડિરેક્ટર છે.