સોનમ-આનંદ આહુજાના ઘરે પારણું બંધાયું

Friday 26th August 2022 08:41 EDT
 
 

મનોરંજન જગતમાંથી શનિવારે એક સારા સમાચાર આવ્યા છે. બોલિવૂડ એક્ટ્રેસ સોનમ કપૂરે પોતાના પહેલા સંતાનને જન્મ આપ્યો છે. જાણકારી અનુસાર, એક્ટ્રેસે દીકરાને જન્મ આપ્યો છે. આનંદ આહુજાએ ઇન્સ્ટાગ્રામ પર આ અંગે જાણકારી આપી હતી. મેસેજમાં સોનમ - આનંદે કહ્યું હતું કે, ‘20 ઓગસ્ટ 2022ના દિવસે એક ખુબસુરત દીકરાના માતા-પિતા બન્યા છે અને તે બેહદ ખુશ છે અને ભગવાનનો આભાર માનું છું. આ સાથે જ ડોક્ટર અને નર્સને પણ ધન્યવાદ કહું છે. હજુ તો શરૂઆત થઇ છે, પરંતુ જાણીએ છીએ કે, હવે તેની જિંદગી હંમેશા માટે બદલાઈ ગઈ છે.’
સોનમ કપૂરે 2018માં બિઝનેસમેન આનંદ આહુજા સાથે લગ્ન કર્યાં હતાં. સોનમ કપૂરે આ વર્ષે માર્ચ મહિનામાં પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. સોનમ કપૂરે પણ બેબી બમ્પ ફ્લોન્ટ કરતું ફોટોશૂટ પણ કરાવ્યું હતું.

સોનમનો હવે પછીનો પ્લાન
પ્રેગ્નન્સીની શરૂઆતમાં સોનમ પોતાના પતિ સાથે લંડનમાં હતી. પરંતુ ત્યારબાદ તે પોતાના પરિવાર સાથે મુંબઈ પાછી આવી હતી. એક રિપોર્ટ અનુસાર, સોનમ ડિલિવરી બાદ છ મહિના તેના માતાપિતાના ઘરે રહેશે અને બાદમાં તેના દિલ્હી અથવા લંડનના ઘરે જશે. સોનમ તેના કામ માટે મુસાફરી કરતી રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter