સોનમ કપૂરે ૨૦૧૮માં આનંદ આહુજાની સાથે મેરેજ કર્યા ત્યારથી તે અવારનવાર મુંબઈ અને લંડનની વચ્ચે આવનજાવન કરતી રહે છે. હવે યુકેમાં તે કેવી રીતે ટાઇમ સ્પેન્ડ કરે છે એના વિશે તેણે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું છે. તેણે આશ્ચર્યજનક રીતે જણાવ્યું હતું કે, તે ‘લાઇફ ઇન ધ યુકે ટેસ્ટ’ આપવા તૈયારી કરી રહી છે. અને સહુ કોઇ જાણે છે કે આ ટેસ્ટ પર્મેનન્ટ બ્રિટિશ સિટીઝનશિપ માટે લેવાય છે. શું તે નજીકના ભવિષ્યમાં આ ટેસ્ટ આપવાની છે તેવા સવાલના જવાબમાં સોનમે હસીને કહ્યું હતું કે, તે એક અઠવાડિયાથી આ ટેસ્ટ માટે તૈયારી કરી રહી છે. જોકે સોનમે હજી સુધી આ અંગે કોઈ ઓફિશિયલ સ્ટેટમેન્ટ આપ્યું નથી. યુકેમાં વસવાટની વાત કરતાં સોનમે કહ્યું હતું કે લંડનમાં તેને ફ્રિડમ બહુ પસંદ છે. સોનમે કહ્યું હતું કે, ‘મને અહીં મળતી ફ્રીડમ પસંદ છે. હું મારું જમવાનું જાતે તૈયાર કરું છું. મારા ઘરની સફાઈ પણ જાતે કરું છું. મારી પોતાની ગ્રોસરીઝની પણ જાતે જઇને ખરીદી કરું છું.’