સોનમે લંડનના ઘરની તસવીરો શેર કરી

Monday 20th September 2021 07:57 EDT
 
 

ફિલ્મ કે અભિનય કરતાં ફેશનપ્રેમના કારણે સમાચારોમાં ચમકતી રહેતી સોનમ કપૂરે પહેલ વખત તેના લંડન સ્થિત ઘરની તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી છે. સોનમ કપૂર અહીંયા પતિ આનંદ આહુજા સાથે રહે છે. સોનમ કપૂરે સોશિયલ મીડિયામાં પોતાના ઘરમાં કરાવેલા લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે. સોનમ હાલ લંડનના નોટિંગહિલમાં રહે છે. સોનમ કપૂરે એક મેગેઝિન માટે ઘરમાં ફોટોશૂટ કરાવ્યું છે. એક તસવીરમાં સોનમ કપૂર રેડ વેલ્વેટ સોફા પર સૂતી જોવા મળે છે તો અન્ય તસવીરોમાં ડ્રોઇંગરૂમ, બેડરૂમ, બાથરૂમ, ડાઇનિંગ રૂમ વગેરે જોવા મળે છે. સોનમ કપૂરે આ તસવીરો શેર કરતાં લખ્યું હતું, 'મેં અને આનંદ આહુજાએ આ ફ્લેટમાં પહેલી વાર પગ મૂક્યો ત્યારે ઘર જેવી ઉષ્માસભર લાગણી અનુભવી હતી. બે બેડરૂમનો આ ફ્લેટ લંડનના નોટિંગહિલમાં આવેલો છે. અમે હાલમાં અહીંયા રહીએ છીએ. મારા માટે રંગ સૌથી મહત્ત્વનો મુદ્દો છે. આથી જ ઘરની અંદર તથા બહાર લીલો, વાદળી રંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે.’ સોનમ કપૂર તથા આનંદ આહુજાએ મે - ૨૦૧૮માં લગ્નબંધને બંધાયા છે. લગ્ન બાદથી આ દંપતી લંડન-ભારત વચ્ચે આવ-જા કરતા રહે છે. સોનમ કપૂર હાલમાં જ એક વર્ષ બાદ ભારત આવી છે અને હાલ મુંબઇમાં પેરેન્ટ્સને ત્યાં રહે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter