સોનમે સ્ટાફ માટે નોટિંગહિલમાં પાંચ ફ્લેટ ખરીદ્યાઃ પડોશીઓને વાંધો

Wednesday 27th May 2026 08:42 EDT
 
 

એકટ્રેસ સોનમ કપૂર અને તેના પતિ આનંદે લંડનમાં માલેતુજારોના વિસ્તાર નોટિંગહિલમાં ભવ્યાતિભવ્ય મેન્શન ખરીદ્યા બાદ ફરી એક પ્રોપર્ટી ડીલ કરી હોવાના અહેવાલ છે. સોનમ-આનંદની બેલડીએ આ જ વિસ્તારમાં સ્ટાફ કવાર્ટર તરીકે ઉપયોગ કરવા પાંચ ફલેટસ ખરીદતાં આ બિલ્ડિંગમાં રહેતા અન્ય લોકોએ વાંધો ઉઠાવ્યો છે.

સોનમ અને આનંદ ત્રણ વર્ષ પહેલાં 270 કરોડના ખર્ચે નોટિંગહિલ ખાતે ભવ્ય બંગલો ખરીદીને સમાચારમાં ચમકી ગયા હતા. હવે તેણે બંગલામાં કામ કરતા સ્ટાફને રહેવા માટે નજીકમાં જ આવેલા એક એપાર્ટમેન્ટમાં 51 કરોડના ખર્ચે પાંચ ફલેટ લીધા છે અને આ ફલેટ્સમાં રિનોવેશન પણ કરાવાઈ રહ્યું છે. જોકે, આ એપાર્ટમેન્ટમાં રહેતા લોકોએ આની સામે વાંધો ઉઠાવ્યો છે. તેમને પોતાની આસપાસ સ્ટાફ કે નોકરો વસવાટ કરે તે વાતનો વાંધો હોવાનું મનાય છે.
કેટલાક રહીશોએ સ્થાનિક મીડિયાને જણાવ્યું હતું કે અમને તો આ સોદાની વિરુદ્ધ જાહેરમાં બોલવામાં બીક પણ લાગે છે કારણ કે આ લોકો બહુ વગદાર છે. તેમણે દાવો કર્યો હતો કે કેટલાક લોકોને આ સોદાનો વિરોધ કરવા બદલા ધમકાવવામાં પણ આવ્યા હતા. જોકે, સોનમ કે તેના પરિવાર દ્વારા આ વિવાદ અંગે કોઈ સ્પષ્ટતા કરાઈ નથી.

ધનાઢયોની પહેલી પસંદ છે નોટિંગહિલ

ઉલ્લેખનીય છે કે નોટિંગહિલ માત્ર લંડનના જ નહીં, દુનિયાભરના માલેતુજારોની પસંદગીનું સ્થળ છે. લંડનમાં વસવાટ કરવા માટે બહુમતી વર્ગ આ વિસ્તારને પ્રાધાન્ય આપે છે. અહીં શાંતિ છે - સુરક્ષા છે અને ભીડભાડભરી જિંદગીથી દુર મોકળાશ છે. આ વિસ્તારમાં ધનાઢયોના ગજવાને જ પરવડે તેવી હાઇફાઇ નાઇટલાઇફ છે. આવા અનેક પરિબળો ધનાઢયોને અહીં આકર્ષે છે ભારતીય ક્રિકેટનો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી અને તેની અભિનેત્રી જીવનસાથી અનુષ્કા શર્મા પણ આ જ વિસ્તારમાં વસવાટ કરે છે. કોઇ આ વિસ્તારમાં વસવાટ કરવાનું પસંદ કરે છે. હતો અને સમાચારમાં ચમકી ગઇ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter