સોનાક્ષી બની કચ્છી સુંદર બહેન

Saturday 25th July 2020 08:29 EDT
 
 

સોનાક્ષી સિંહાએ તેની આગામી ફિલ્મ ‘ભૂજઃ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા’નો પોતાનો ફર્સ્ટ લુક તાજેતરમાં જાહેર કર્યો હતો. આ ફિલ્મ પોસ્ટરમાં તે ગુજરાતી મહિલાના પરિવેશમાં જોવા મળે છે. સોનાક્ષીએ ઇન્સ્ટાગ્રામ પર આ પોસ્ટર શેર કરવાની સાથે લખ્યું હતું કે, સુંદરબહેન જેઠા માધરપરચાનો હીરોઇક રોલ પ્લે કરતાં સન્માન અનુભવું છું. આ મહેનતી અને હિંમતવાન સામાજિક કાર્યકર્તા ઇન્ડિયન આર્મીને મદદ કરવા માટે ૨૯૯ મહિલાઓને તેની સાથે લઇ ગઇ હતી.
‘ભૂજઃ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા’ એક યુદ્ધકથા છે અને એમાં અજય દેવગન, સંજય દત્ત, એમી વિર્ક અને શરદ કેલકર લીડ રોલ્સમાં છે. અભિષેક દુધૈયા લિખિત અને દિગ્દર્શિત આ ફિલ્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter