સોનાક્ષીની આંગળીમાં એ વીંટી ‘કોના નામની’?

Monday 23rd May 2022 05:18 EDT
 
 

એકટ્રેસ સોનાક્ષી સિંહાની લેટેસ્ટ તસવીરોએ ઈન્ટરનેટ પર ધૂમ મચાવી છે. સોનાક્ષીએ જે રીતે આ તસવીરો શેર કરી છે અને તેણે જે કેપ્શન આપ્યું છે તેનાથી તો વળી વધુ હંગામો મચી ગયો છે. પોતાના હાથમાં વીંટી ફ્લોન્ટ કરતાં સોનાક્ષીએ એક મિસ્ટ્રી મેનનો હાથ પકડેલી જોવા મળે છે. આ સાથે જ સોનાક્ષીએ લખ્યું છે કે, જે મોટા દિવસની હું રાહ જોઈ રહી હતી તે આવી ગયો છે. હવે આ સંજોગોમાં આ તસવીર જોઈને ચાહકોમાં તેની સગાઈની અફવા ઊડી છે. જોકે તેણે હજુ આ સમાચારને કન્ફર્મ કર્યા નથી. ઘણા લોકોએ અભિનેત્રીને અભિનંદન પણ પાઠવ્યાં છે. સોનાક્ષીએ જે કેટલીક તસવીરો શેર કરી છે એમાં તે પોતાના હાથની વીંટી દેખાડતી જોવા મળી રહી છે. સાથે સાથે જ લખ્યું છેઃ ‘મારું મોટું સપનું સાકાર થવાનું છે અને હું તેને તમારી સાથે શેર કરવા માટે રાહ જોઈ શકતી નથી. વિચાર્યું ન હતું કે તે આટલું સરળ હશે.’ જોકે ભૂતકાળમાં ઘણી વખત એવું બન્યું છે કે સ્ટાર્સ તેમના કોઈ પણ ગીત, વ્યવસાય કે ફિલ્મના પ્રમોશન માટે પણ આવી રહસ્યમય પોસ્ટ શેર કરતા હોય છે. એટલે સોનાક્ષીની પણ આ પ્રમોશનલ એક્ટિવિટી હોઈ શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter