લોકડાઉનમાં પ્રવાસી કામદારોની મદદ કરનારા સોનુ સૂદે વધુ એક સારા કામ માટે ચાહકોને વિનંતી કરી છે. સોનુ બ્લડ સ્ટેમ સેલ રજિસ્ટ્રેશન અને ડોનેશન પ્રત્યે લોકોને જાગૃત કરવા DKMS-BMST ફાઉન્ડેશન ઇન્ડિયા સાથે જોડાયેલા છે. DKMS-BMST એક NGO છે જે બ્લડ કેન્સર, થેલેસીમિયા, અપ્લાસ્ટિક એનિમિયા જેવા ઘણા બ્લડ ડિસઓર્ડરના દર્દીઓની મદદ કરવા માટે કામ કરે છે. સોનુ સૂદે તાજેતરમાં ચાહકોને બ્લડ કેન્સરના દર્દીઓ માટે સ્ટેમ સેલ ડોનેટ કરવા અપીલ કરી છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલ હેઠળ દેશભરમાં ૧૦ હજાર બ્લડ સ્ટેમ સેલ ડોનર જોડાશે.