સોનુ સૂદે માતાની સ્મૃતિ સમાન સ્કોલરશિપ લોન્ચ કરી

Saturday 24th October 2020 09:52 EDT
 
 

કોરોના કાળ દરમિયાન સમાજસેવી કાર્યો થકી વિશ્વભરમાં જાણીતા બનેલા અભિનેતા સોનુ સૂદે IAS બનવા માગતા બ્રાઇટ યૂથ માટે સ્કોલરશિપ સ્ક્રીમ લોન્ચ કરી છે. મધરની ૧૩મી પૂણ્યતિથિએ સોનુ સૂદે આ સ્કોલરશિપની જાહેરાત કરી હતી. સોનુએ ટ્વિટ કરીને કહ્યું હતું કે, ૧૩મી ઓક્ટોબરે મારી માતાના નિધનને ૧૩ વર્ષ થયાં છે. તે પોતાની પાછળ શિક્ષણનો વારસો છોડતી ગઇ છે. પૂણ્યતિથિએ હું IAS બનવા માગતા લોકોને પ્રોફેસર સરોજ સૂદ સ્કોલરશિપ હેઠળ મદદ કરવાનું હું વચન આપું છું. મિસ યુ મા...
આ જાહેરાતના આગલા દિવસે સોનુ સૂદે ટ્વિટમાં સ્કોલશિપનું ટીઝર રિલીઝ કર્યું હતું. જેમાં લખાયું હતું કે IASમાટે મોટું એલાન છે. અગાઉ જુલાઇમાં સોનુ સૂદે પોતાની માતાના જન્મદિને એક તસવીર શેર કરી હતી. જેમાં સોનુનાં માતા તેને મીઠાઇ ખવડાવતાં હતાં. આ તસવીર શેર કરીને સોનુએ કહ્યું હતું કે, હેપ્પી બર્થ ડે માતા. હું ઇચ્છું છું કે તમને ગળે મળી શકું અને તમને કહી શકું કે તમને કેટલો પ્રેમ કરું છું. મને એ પણ ખ્યાલ છે કે તમે જ્યાં પણ હશો. ત્યાં મને મિસ કરતા હશો. જીવન હંમેશાં એક જેવું રહેતું નથી, પણ મને દિશા બતાવવા માટે દેવદૂત બનીને રહેજો. ટૂંક સમયમાં મળીશું. મિસ યુ...


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter