સોમી અલી યાદ કરે છે કડવા-મીઠાં સંસ્મરણો...

Sunday 28th November 2021 06:35 EST
 
 

દબંગ સ્ટાર સલમાન ખાનના ગર્લફ્રેન્ડ્સ સાથેના વિવાદ સમયાંતરે બહાર આવ્યા કરે છે. તેમાં વધુ એકનો ઉમેરો થયો છે. કહેવાય છે કે ગર્લફ્રેન્ડને જાહેરમાં ધમકાવવાની કે માર મારવાની ઘટનાઓ તેના માટે નવી નથી. સલમાનની સામે આ બાબતે ઐશ્વર્યા રાયે ડોમેસ્ટિક વાયોલન્સનો કેસ પણ કર્યો હતો. બોલિવૂડ એક્ટર રહી ચૂકેલી સલમાનની ગર્લફ્રેન્ડ સોમી અલીએ ઐશ્વર્યાની આ હિંમતને બિરદાવી હતી. મૂળે પાકિસ્તાનની સોમી અલીએ બોલિવૂડમાં નસીબ અજમાવ્યું હતું અને બાદમાં યુએસએમાં સેટલ થઈ છે. હાલ તે યુએસમાં એક સંસ્થા ચલાવે છે, જે સેક્સ્યુઅલ હેરેસમેન્ટ અને ડોમેસ્ટિક વાયોલન્સનો સામનો કરવા પ્રયત્નશીલ છે. પોતાના એક્સપિરિયન્સની વાત કરતાં સોમી અલી ઐશ્વર્યા રાયની હિંમતને બિરદાવી રહી છે. તેણે કહ્યું હતું કે, રીલેશનશિપમાં હતી ત્યારે પોલીસ ફરિયાદ કરવાની હિંમત એક માત્ર ઐશ્વર્યાએ જ બતાવી હતી. આ હિંમતભર્યા પગલ બદલ તેને સલામ કરવી જોઈએ.
ઝૂમ પરના ઈન્ટરવ્યૂમાં સલમાન સાથેના રીલેશનશિપ અંગે પણ સોમીએ વાત કરી હતી. બંનેના રીલેશન્સ આઠ વર્ષ રહ્યા હતા અને ૧૯૯૯માં તેનો અંત આવ્યો હતો. સલમાન સાથે હજુ સંપર્ક છે કે નહીં તે અંગે પૂછાતાં સોમીએ કહ્યું હતું કે, સલમાન સાથે વાત થયે વર્ષો વીતી ગયા છે અને આ મામલે તે જ શ્રેષ્ઠ રસ્તો છે. જોકે બે વર્ષ પહેલાં મિઆમી ખાતે સલમાન ખાન સાથે મુલાકાત થઈ હતી. વર્ષોના રીલેશન દરમિયાન સલમાન પાસેથી પોતે કશું શીખી નથી, પરંતુ સલમાનના પેરેન્ટ્સ પાસેથી ઘણું શીખવા મળ્યું હોવાનું તેણે કહ્યું હતું. સલમાન સાથે બ્રેકઅપ બાદ સોમી અલીએ બોલિવૂડની કરિયર છોડીને યુએસની વાટ પકડી હતી. એક સમયે ડોમેસ્ટિક વાયોલન્સ સામે સરન્ડર થયેલી સોમી અલી હવે આ મામલે અન્ય મહિલાઓની હિંમત વધારવા અને મદદરૂપ થવા પ્રયાસ કરી રહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter