સૌથી વધુ ડિમાન્ડ ધરાવતા એક્ટ્રેસમાં શાહરુખ અને પ્રિયંકા સામેલ

Wednesday 01st September 2021 06:50 EDT
 
 

દુનિયામાં સૌથી વધુ ડિમાન્ડ ધરાવતા ફિલ્મ કલાકારોની યાદીમાં આપણા શાહરુખ અને પ્રિયંકાનો સમાવેશ થાય છે. પેરોટ એનાલિટિક્સ નામની એક લીડિંગ કન્ટેન્ટ ડિમાન્ડ એનાલિટિક્સ કંપનીના મતે શાહરુખ ખાન, અલ્લુ અર્જુન, પ્રિયંકા ચોપરા, સલમાન ખાન અને ધનુષનો સૌથી વધુ ડિમાન્ડ ધરાવતા એકટર્સમાં સ્થાન ધરાવે છે. આ કંપનીએ એકટ્રસ એથ્લીટ્સ, મ્યુઝિશિયન્સ અને અન્ય હસ્તીઓની તેની ગ્લોબલ કે કોઈ ચોક્કસ દેશની ડિમાન્ડ આધારિત મૂલ્યાંકન માટે એનાલિટિક્સ મેથડ ટેલેન્ટ ડિમાન્ડનો ઉપયોગ કર્યો હતો. ૨૦ જુલાઈથી ૧૮ ઓગસ્ટ સુધીની ટાઈમલાઈન ધરાવતા આ એનાલિસિસનું તારણ દર્શાવે છે કે, ઇન્ડિયન એકટર્સની ખૂબ ડિમાન્ડ છે. આખી દુનિયામાં સૌથી વધુ ડિમાન્ડ ધરાવતા ટોપ ૧૦ સ્ટાર્સમાં શાહરુખ ખાન ટોપ પર છે, તેના પછી તેલુગુ સ્ટાર અલ્લુ અર્જુન આવે છે. જ્યારે ત્રીજા ક્રમે ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરા છે.
આ સિવાય લિસ્ટમાં, ધનુષ, ટોમ હિડલસ્ટન, સલમાન ખાન, સૂંગ હૂન, કિયારા અડવાણી અને મહેશ બાબુ પણ સામેલ છે. શાહરુખ અત્યારે દીપિકા પાદુકોણ અને જ્હોન અબ્રાહમની સાથે યશરાજ ફિલ્મસની ‘પઠાણ’ માટે કામ કરી રહ્યો છે. ઓક્ટોબરમાં તે એક એક્શન થ્રિલર માટે શૂટિંગ શરૂ કરશે એવી વાતો છે, જેમાં તેની સાથે સાઉથની સ્ટાર નયનતારા છે. શાહરુખ પાસે રાજકુમાર હિરાનીની એક ફિલ્મ પણ હોવાના અહેવાલ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter