સ્ટાર કિડ્સ એટલે ઉબલે હુએ અંડેઃ કંગના

Sunday 29th May 2022 09:11 EDT
 
 

હિન્દી ફિલ્મઉદ્યોગમાં ચાલતા નેપોટિઝમ પર બિન્દાસ બોલનારી કોન્ટ્રોવર્સી ક્વિન કંગનાએ ફરી એક વખત સ્ટાર કિડ્સને નિશાન બનાવ્યા છે. તાજેતરમાં કંગનાએ ફિલ્મ ‘ધાકડ’ના ટ્રેલરને પ્રમોટ નહીં કરવા બદલ અક્ષય કુમાર અને અજય દેવગણને ઝાટક્યા હતા. હવે કંગનાએ નામ લીધા વગર જ સુહાના ખાન, જ્હાન્વી કપૂર અને અનન્યા પાંડે સહિતના સ્ટાર કિડ્સને ટાર્ગેટ બનાવ્યા છે. ઝોયા અખ્તરની ફિલ્મ ‘આર્ચીઝ’માં ત્રણ સ્ટાર કિડ્સ લોન્ચ થઈ રહ્યા છે, જેમાં સુહાના ખાન, ખુશી કપૂર અને અગત્સ્ય નંદાનો સમાવેશ થાય છે. ઉપરાંત શાહરુખનો દીકરો આર્યન ખાન પણ ઓટીટી પ્રોજેક્ટથી ડિરેક્શન ક્ષેત્રે ડેબ્યુ કરી રહ્યો છે. કંગનાએ એક ચેનલ સાથેના ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, સાઉથના સ્ટાર્સ ઓડિયન્સ સાથે મજબૂત રીતે જોડાયેલા રહે છે. જ્યારે અમારા (બોલિવૂડ)ના કિસ્સામાં એવું થાય છે કે, સ્ટાર કિડ્સ સ્ટડી માટે એબ્રોડ જાય છે. તેઓ ઈંગ્લિશ બોલે છે અને માત્ર હોલિવૂડ ફિલ્મ્સ જુએ છે. છરી-કાંટાથી જ તેઓ ખાય છે અને અલગ રીતે વાત કરે છે. તેઓ કનેક્ટ કઈ રીતે થઈ શકે? દેખાવમાં તેઓ ‘ઉબલે હુએ અંડે’ જેવા વિચિત્ર દેખાય છે.’ પુષ્પાનું ઉદાહરણ આપતાં કંગનાએ કહ્યું હતું કે, પુષ્પાનો લૂક આપણે ઓળખતા હોઈએ તેવા વ્યક્તિ જેવો છે. દરેક લેબર તેને કનેક્ટ કરી શકે છે. આજના સમયમાં અમારો કયો હીરો લેબર જેવો લાગે છે? અત્યારે ધાકડના પ્રમોશનમાં ખૂબ જ વ્યસ્ત કંગનાએ બુદ્ધપૂર્ણિમાના દિવસે ફિલ્મના પ્રોડ્યુસર દિપક મુકુટની સાથે તિરૂપતિ બાલાજી મંદિરે માથું ટેકવ્યું હતું અને ફિલ્મની સફળતા માટે આશીર્વાદ લીધા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter